SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પરમો ધર્મઃ ૫૩ (૨) ગોમેધ યજ્ઞમાં વૃષભને મૃત્યુ પામેલો જોઈને નિર્વેદ પામેલો રાજા વિચ— “૩ાવિ હિ સભ્યો ધર્મભ્યો ઉપાય મત !--અહિંસા જ સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ છે.”૧૮ એમ બોલ્યો, અને ગાયોને અભયદાન આપ્યું. અર્થાત હિંસક ય બંધ કર્યા. “કામ, મોહ, લોભ અને લોલુપતાથી આ હિંસક વજનવાળા ય પ્રવર્યા છે. વિષ્ણુનું સર્વવ્યાપી પરમાત્માનું વજન તો પાયસ (ખીર જેવી ખાસ ચીજ) અને પુષ્પોથી થઈ શકે.”૧૯ એમ કહ્યું. અને તારવ્યું કે, “(યજ્ઞ માટે) આ સિવાય (પાયસ અને પુષ્પો ઉપરાંત) પણ જે વરીય દ્રવ્ય મહાત્માઓએ શુદ્ધભાવથી અને અહિંસક રીતે સંસ્કારેલું હોય તે સર્વ જ દેવોને અર્પણ કરવા યોગ્ય ગણાય છે.” (૩) આશ્વમેધિક પર્વાન્તર્ગત આવેલી “અનુગીતા૨ ૧માં વૃદ્ધ આંગિરસ ઋષિની આગેવાની નીચે બૃહસ્પતિ, ભરદ્વાજ, ગૌતમ, ભાર્ગવ, વસિષ્ઠ, કાશ્યપ, વિશ્વામિત્ર, અત્રિ વગેરે ઋષિઓ અને નિર્દોષ (વીતકલ્મષ) બ્રહ્મદેવનો સંવાદ છે. તેમાં જ્ઞાનનાં અનેક પાસાં ચર્ચાય છે. ચર્ચા દરમિયાન અનેક ધર્મસંપ્રદાયોના બહુસંખ્ય આચાર્યોના ધર્મવિષયક વિભિન્ન મતોથી ગૂંચવાડામાં પડેલા ઋષિઓએ એમાંથી સંખ્યાબંધ મતો ટાંકતાં બ્રહ્માજીને પૂછયું, “આ જગતમાં ક્યો ધર્મ અત્યંત આચરવા યોગ્ય છે? અમે તો એમ જ જોઈએ છીએ કે, ધર્મની વિવિધ ગતિ જાણે કે નષ્ટ-ભ્રષ્ટ થઈ ગઈ છે ! (જુઓને આ ધર્મમતોનો ઢગલો !) (૧) દેહનાશ પછી આત્મા છે; (૨) દેહનાશ પછી આત્મા નથી; (૩) બધું સંશયભરેલું છે; (૪) બધું નિઃસંશય છે; (૫) (જગત) અનિત્ય છે; (૬) (જગત) નિત્ય છે; (૭) કંઈ નથી અને કંઈ છે ; (૮) એકરૂપ એવું વિજ્ઞાન દૈતરૂપે (=દિધા) થયું છે; (૯) આ જગત વ્યામિશ્ર છે, (પરમાત્માથી) ભિન્ન અને અભિન્ન છે; (૧૦) (બ્રહ્મ) એક છે; (૧૧) (બ્રહ્મ) પૃથ છે; (૧૨) બહુવ (= અનેક પરમાણુઓ) કારણ છે; (૧૩) કોઈ જટા અને મૃગચર્મ પહેરે છે (પ્રચાર કરે છે); (૧૪) કોઈ મુંડન કરાવે છે; (૧૫) કોઈ દિગંબર રહે છે; (૧૬) કેટલાક કહે છે સ્નાન ન કરવું (= (૪) નહાવું નહિ; (4) બાળપણથી જ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું) ; (૧૭) સ્નાન કરવું = (*) નહાવું; (૩) સ્નાતક થઈને ગૃહસ્થાશ્રમી થવું); (૧૮) આહાર લેવો (અને ઉપાસના કરવી); (૧૯) અનશન રાખવું; (૨૦) કર્મની પ્રશંસા કરનારા; (૨૧) શાન્તિની પ્રશંસા કરનારા-સંન્યાસી; (૨૨) દેશ, કાળ કારણ માનનારા (૨૩) દેશ, કાળ કારણ નથી એમ માનનારા; (૨૪) મોક્ષની પ્રશંસા કરનારા; (૨૫) ભેગની પ્રશંસા કરનારા; (૨૬) ધનની ઈચ્છા રાખનારા; (૨૭) નિર્ધનતા ઇચ્છનારા; (૨૮) (ધ્યાનાદિક) સાધનોથી ઉપાસનામાં માનનારા; (૨૯) આ સાધનોનો કંઈ અર્થ નથી એમ માનનારા; (૩૦) અહિંસાપરાયણ; (૩૧) હિંસાપરાયણ; (૩૨) પુણ્ય અને યશ માટે પ્રયત્નશીલ; (૩૩) પુણ્ય અને યશ જેવું કંઈ નથી એમ માનનારા; (૩૪) સભાવનિરત–સતત્વમાં શ્રદ્ધાશીલ; (૩૫) સંશયશીલ (આ સાચું કે તે સાચું એમ અસ્થિર); (૩૬) કેટલાક દુ:ખથી અને કેટલાક સુખથી ધ્યાન કરનારા (સકામ ઉપાસક) (૩૭) યજ્ઞમાં માનનારા; (૩૮) દાન મુખ્ય છે એમ માનનારા; (૩૯) સર્વ (સાધના) પ્રશંસકો; (૪૦) સર્વ (સાધનોને) નિંદનારા; (૪૧) ૧૮ મહાભારત, શાન્તિપર્વ, ૨૫૭-૬.. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૭–૧૦. यच्चापि किंचित्कर्तव्यमन्यच्चोः सुसंस्कृतम् । માતરઃ ગુમઃ સર્વે વેવમેવ તત્વ || શાન્તિપર્વ, ૨૫૭–૧૧. આ શ્લોકમાં આવતું મહાલરવ (=મહાકુલીન કે શિષ્ટજન) પદ બૌદ્ધોમાં પ્રચલિત છે. એક બોધિસત્વનું નામ પણ “મહાસત્વ' છે, એ રીતે અહીં નોંધપાત્ર છે. જુઓ મૉનિયેર વિલિયમ્સને સંરકૃત-અંગ્રેજી કોશ પૃ૦ ૮૦૧. મહાભારત આશ્વમેધપર્વ, ૫૦ ૧૬થી ૫૦ ૫૦. ૨૨. જુઓ, મહાભારત, આશ્વમેધપર્વ, ૩૫–૧૫થી ૨૦, ૨૧ નવ" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy