SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ બાંધીને કે કેદમાં પૂરીને રાતદિવસ તેમની પાસેથી કામ લે છે.૧૭ પંચેન્દ્રિય પ્રાણીઓમાં દેવોનો નિવાસ છે, છતાં કેટલાક લોકો તેમને જીવતાં હોય છતાં ય વેચે છે તો પછી, મૂએલાંને તો વેચે જ એમાં શી નવાઈ ? તો હે બ્રાહ્મણ ! જો હું તેલ, ઘી, મધ અને કાઔષધિઓનો વેપાર કરું છું તો તેમાં તમને શું વાંધો નડે છે?” પછી કૃષિમાં રહેલી હિંસા દર્શાવી, ખેતી કરતાં ગોવંશને-બળદોને જે દુઃખ દેવામાં આવે છે તેનું વર્ણન કર્યું, અને વિનતિ કરી કે, “ જાજલિ ! જગતમાં જે જે અમંગલ અને ધોર આચારો પ્રવર્તે છે, તેને તમે કેવળ ગતાનુતિકતાથી જ આચરો છો પણ નિપુણતાથી સમજતા નથી, માટે (કાર્ય−) કારણ તરફ નજર રાખીને આચરણ કરવું—(સામાન્ય, કામનાવાળા આસક્ત) લોકો વર્તતા હોય તેમ નહિ. જેમ મારો કોઈ તિરસ્કાર કરે કે સ્તુતિ કરે તે બન્ને તરફ મને તો સમાનભાવ છે, કેમકે મને પ્રિય-અપ્રિય કંઈ છે જ નહિ. આ ધર્મને મનીષિઓ પ્રશંસે છે, યુક્તિસંપન્ન તિઓ આનું સેવન કરે છે, અને સતત ધર્મશીલ જનો તેનું સૂક્ષ્મતાથી અવલોકન કરે છે.”૧૪ પ્રાન તુલાધારે એ પછી યજ્ઞરહસ્ય સમજાવી, નિષ્કામ અને અહિંસક યજ્ઞથી સમદષ્ટિવાળી પ્રજા જન્મે છે તે સ્પષ્ટ કર્યું. આવા નિષ્કામ અહિંસક યજ્ઞોના પ્રભાવથી અગાઉ કૃષિ વિના પણ જોતું અન્ન નીપજતું તેની યાદ આપી, અને માનસિક ઋતુઓની૧૫(=યનોની) મહત્તા સ્થાપિત કરી. છેવટે સાત્ત્વિકી શ્રદ્દા રાખી ધર્માચરણુ કરવા કહ્યું.૧૬ વાતચીતનો સમારોપ કરતાં તુલાધારે કહ્યું કે, ધર્માર્થદર્શનવાળા સંતોએ આ પ્રમાણે ધર્મ કહ્યો છે. જિજ્ઞાસુ એવા એમને તે ધર્મ ધર્મદર્શનથી પ્રાપ્ત થયો છે.’’૧૭ 6. १३ ૧૪. ૧૫ ૧૬ ૧૭ ये च छिन्दन्ति वृषणान्ये च भिन्दन्ति नस्तकान् । वहन्ति महतो भारान्बध्नन्ति दमयन्ति च ॥ हत्वा सत्त्वानि खादन्ति तान्कथं न विगर्हसे | मानुषा मानुषानेव दासभोगेन भुञ्जते ॥ वधबन्धविरोधेन कारयन्ति दिवानिशम् । आत्मना चापि जानासि यद्दुःखं वधताडने ॥ આ સાથે સરખાવો, પ્રથમ અણુવ્રત અહંસાના पढमे अणुव्वयम्मी थूलगपाणाश्वायविरईओ । आयरिअप्पसत्ये इत्थ पमायप्पसंगेणं ॥ वह बंध छविच्छेए अइभारे भत्तपाणवुच्छेए । पदमवयस्सऽइआरे पक्किमे देसिअं सव्वं ॥ વન્દિત્તા સૂત્ર ’ ૯, ૧૦. પહેલા અણુવ્રતમાં પ્રમાદને લીધે (ક્રોધાદિક) અપ્રશસ્ત ભાવો પ્રમાણે વર્તીને સ્થૂળ પ્રાણાતિપાતવિરતિને તોડીને જે અતિચાર કર્યો હાય, તથા વધ, બંધ, અવયવનો છેદ, અત્યંત ભાર ઉપડાવ્યો હોય અને ખાવાપીવાનો વિચ્છેદ—એ પ્રાંચ પ્રથમ વ્રતના અતિચારોનું આચરણ કરવાથી થયેલા દિવસ સંબંધી સર્વ દોષથી હું પ્રતિક્રમું છું. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૩૬. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪૩૭. મહાભારત, શાન્તિર્વ, ૨૫૪–૩૮. અતિચાર. મહાભારત, શાન્તિપર્યે, ૨૫૪–૪૯થી પર. ઉત યા હતાયા મળ્યું નાર્હન્તિ તે ચિત્। મહાભારત, શાન્તિપર્વ ૨૫૫-૩૭. Jain Education International યજ્ઞ હોય કે અયજ્ઞ હોય તે ‘મખ’ને (મણું માનસિä ઋતુમ્ । મહાભારતનો ટીકાકાર પં, નીલકંઠ) પહોંચી ન શકે, મહાભારત, શાન્તિપર્વ ૬૦ ૨૫૫ અને ૬૦ ૨૦૬, इति धर्मः समाख्यातः सद्भिर्धर्मार्थदर्शिभिः । वयं जिज्ञासमानास्त्वा संप्राप्ता धर्मदर्शनात् ॥ ટીકાકાર પં. નીલકંઠ ધર્મવાનાત્ પદનો અર્થ · ધર્મદર્શન નામના મુનિથી ’ એવો કરે છે. મહાભારત શાન્તિપર્વ ૨૫૫-૧૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy