SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી દરેક પાદ કે દરેક શબ્દ ઉદ્દત નથી કરતી તે ધ્યાનમાં રાખવા જેવું છે. આનો અર્થ એ છે કે જ્યાં સમીક્ષિત સામગ્રીમાં ચૂનો પાઠ ન આપ્યો હોય ત્યાં ચૂનો પાઠ સમીક્ષિત ગ્રંથ સાથે સંમત છે એમ માનવાને કારણ નથી. અ૦ અને ઈની બાબત પણ સરખી છે. સંપાદક કેટલી ચોકસાઈથી બધાં પાઠાન્તરે નોંધે છે તે આપણે જાણતા નથી. આ સંજોગોમાં ચૂ૦, અ૦, કે ઈ એમાંના એક કે એકથી વધારેના પાઠોને ટી. વૈ૦ અને હૈ૦થી વિરુદ્ધ જઈને હું સ્વીકારું છું ત્યારે હું કૌંસમાં તેમના પાઠો સ્પષ્ટ બતાવું છું, જેથી ખાતરી થાય કે મારો ગ્રન્થ મારી અટકળો પર નહિ પરંતુ તે તે પાકને આધારે નક્કી કરેલો છે. પ્રાચીન આર્યાના મુખ્ય લક્ષણે આ પ્રમાણે છે : (૧) (પશ્ચાતકાલીન ગીતિની માફક) શ્લોકનાં બે અડધિયા સરખાં છે, એટલે કે ઉત્તરાર્ધના છઠ્ઠા ગણનું સ્વીકરણ તેમાં નથી. (૨) યતિ ત્રીજા ગણ પછીથી આવતી નથી પણ (પશ્ચાતકાલીન આર્યાની ભાષામાં કહીએ તો) તે ચોથા ગણની મધ્યમાં આવે છે. વધુ ચોકકસ રીતે કહીએ તો ત્રીજા ગણ પછી હસ્વ કે દીર્ધ એવો અન્યવર્ણ આવે છે, જે યાકોબીની સાચી નોંધ પ્રમાણે, બતાવે છે કે આપણે ખરા પાદના અન્તભાગની ચર્ચા કરીએ છીએ. યતિ પછી પાંચમા ગણની પહેલાં, જેને આપણે સમપાદ કહીએ છીએ તે શરૂ થાય છે. તેની શરૂઆતમાં દીર્ધવર્ણ હોય છે. અપવાદ તરીકે કોઈક વાર - ૫ અથવા – જ્યારે કોઈક વખત આખો (ચોથો) ગણ પણ આવે છે. જો વિષમપાદને અન્ત – હોય અને સમપાદની શરૂઆતમાં - - હોય અથવા વિષમપાદના અને જે - હોય અને સમપાદના આરંભમાં – હોય તો યતિથી વિભક્ત થયેલો ચોથો ગણ આપોઆપ આવી જાય છે. યતિને ખસેડીને આ બે પાદોને એકબીજા સાથે જોડવાથી અર્વાચીન આર્યા કેવી રીતે ઉદ્ભવે છે તે ઉપરની હકીકત બતાવે છે. બીજો ગણ હંમેશાં ગણુ હોય છે. ઘણી જગ્યાએ ત્રીજે ગણુ -- નો બનેલો છે. વારંવાર બને છે તે પ્રમાણે જે પહેલો ગણ પણ –- નો બનેલો હોય તો વિષમપાદ અનુટુભનો નિયત શાસ્ત્રીય સમપાદ (–– – ––– ૫) બની જાય છે. કવિઓ આ તાદામ્ય જોવામાં નિષ્ફળ ન નીવડ્યા. પરિણામે શ્લોકની દૃષ્ટિએ નિયમિત, પણ આર્યાની દૃષ્ટિએ ખામીવાળો એવો સમપાદ તેમણે કોઈ કોઈ પ્રસંગે બનાવ્યો છે. આપણું ગ્રન્થમાં ૧૨૦ અને ૨૯ માં પહેલો ગણ –-ને બદલે -- નો બનેલો છે. ૧• ૩૧૯ અને ૨• ૧૪ માં બીજે ગણ - - ૫ ને બદલે ૦ ૦ ૦ નો બનેલો છે. આ બંને સ્થળોએ જે અનુષ્કુભનો સમપાદ સમજીએ તો એ પાદ શાસ્ત્રીય રીતે શુદ્ધ લાગે છે. યાકોબીએ બતાવ્યું છે કે પાંચમા ગણ પહેલાની શરૂઆતની માત્રાઓ છોડી દઈએ તો સમપાદ વિષમપાદના જેવો જ થાય છે. કોઈ કોઈ વખતે, જોકે ભાગ્યે જ, વિષમપાદ સમપાદના જેવો બનાવી દેવાય છે. આપણા ગ્રન્થમાં આવા બે સ્થળો છેઃ ૧૨૬૦ ( ૪ ) – – – ....) અને ૨૯a ( – ) - - | - - ...). આનાથી ઊલટું ૧૯૧૩માં મળે છે. એમાં સમપાદની શરૂઆતની માત્રાઓ ખૂટે છે. ૬ આપણા ગ્રન્થના ૧૦૬ સમપાદોના ચોક્કસ આંકડાઓ નીચે પ્રમાણે છે: ૬૫, - - ૧૫, - - ૧૬, - - ૮, ૧૩માં - - અને ૧૧૩માં અનુપલબ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy