SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પરિક્ષાઃ ૨૩૯ પાઠાંતરોવાળી ચૂણિ ટીકા પણ હતી. આનુશ્રુતિક વ્યાખ્યાનોનાં બંધનોથી મોટે ભાગે મુકત એવું એમનું ભાષાન્તર એક મોટું અગત્યનું આગળનું સોપાન છે. દરેક પ્રાચીન આગમ ગ્રન્થ-અને ખાસ કરીને પ્રસ્તુત ગ્રંથ–-જે મુશ્કેલીઓનો ગંજ ખડકે છે તેનો વિચાર કરતાં, જે સ્થળોએ ગ્રંથની છન્દોરચના અર્થને વિકૃત કરે છે તેવા સ્થળો બાદ કરતાં અન્યત્ર શુબિંગના ભાષાંતરમાં સુધારાની શક્યતાઓનું સૂચના કરવાનું હું સાહસ કરું છું તેથી મને ખાતરી છે કે હું તે ભાષાંતરની કિંમત જરાય ઘટાડતો નથી. મારા પોતાના ભાષાંતરને પણ હું છેવટનું માનવા તત્પર નથી. હજુ ઘણાય ધૂંધળા કે સંદિગ્ધ ફકરાઓ છે. જે કે મને પ્રત્યક્ષ રીતે હસ્તલિખિત ગ્રન્થો ઉપલબ્ધ ન થયા, પરંતુ ગ્રંથની સમક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે મને પૂરતી સામગ્રી ઉપલબ્ધ હતી : (૧) ટી. = શિલાંકની ટીકાવાળી પન્યાસ શ્રીચન્દ્રસાગરગણિસંપાદિત આવૃત્તિ, શ્રી ગોડી પાર્શ્વ જૈન ગ્રન્થમાળા નં. ૪, મુંબઈ ૧૯૫૦. આ ગ્રંથમાં પાદટીપમાં સંપાદક નીચેના ગ્રન્થોમાંથી પાઠાન્તરો આપે છે : સાવ = સાગરચન્દ્રસૂરિની ઉપરના ગ્રંથની પહેલી આવૃત્તિ. અ = શાંતિનાથ ભંડાર, ખંભાતની સં. ૧૩૪૯ની ભૂર્જપત્ર પોથી (વિજ્યકુમુદસૂરિજીનું સૂચિપત્ર, પૃ૦ ૧૪, ડાબડો ૬૨) અને– ઈ = એ જ ભંડારની કાગળ પર લખેલી પોથી (સચિપત્ર પૃ૪૪, ડાબો ૨). (૨) વૈ૦ = સૂચા...નિર્યુકિત ટીકા, ભિન્નભિન્ન પાઠાંતરો, ટિપણું અને પરિશિષ્ટ સહિત સર્વપ્રથમ સમીક્ષિત આવૃત્તિ : ડૉ. પી. એલ. વૈદ્ય (એકલા !) સંપાદિત. ભાગ ૧ (ગ્રન્થ અને નિર્યુક્તિ), પૂના. ૧૯૨૮. (૩) હ = (હિંદી અનુવાદવાળી) સ્થાનકવાસી ગ્રંથની હૈદરાબાદની આવૃત્તિનો બીજો ભાગ. પ્રસિદ્ધકર્તા: દક્ષિણ હૈદરાબાદનિવાસી રાજાબહાદુર લાલા સુખદેવસહાય જવાલાપ્રસાદજી જૈહરી (વર્ષ આપ્યું નથી). (૪) ચૂ૦ = જિનદાસગણિની સૂત્રકૃતાંગચૂણિ. પ્રકાશક : શ્રી ઋષભદેવજી કેસરીમલજી વેતામ્બર સંસ્થા, રતલામ, ૧૯૫૦. પુભિખુ સંપાદિત નવી સ્થાનકવાસી આવૃત્તિ(સુત્તા ગમે પ્રથમ ગ્રન્થ, ગુરગાંવ, ૧૯૫૩)ની પણ મેં તુલના કરેલી. પણ તેમ કરતાં મને લાગ્યું કે ૧.૪નો પાઠ વૈ૦ ને મળતો જ છે. બંનેમાં ફેર એટલો છે કે તેમાં ૨.૮ તૃતીય પાદમાં જૈન મુકિંગાને બદલે મિનાઇ અને ૨.૧૮ તૃતીય પાદમાં વૈ૦ના વ વા ને બદલે વા વા એવાં પાઠાન્તરે છે. - ટી. વૈ૦ અને હૈ, વગેટ (પ્રચલિત પાઠ) રજૂ કરે છે. આ ગ્રંથોમાં ખરા ફેરફારો, સાચાં પાઠાંતરો માત્ર જજ છે. અ૦ અને ઈ. ખાસ કરીને અમાં કેટલીક જગાએ ખરેખર વધુ સારા પાઠાન્તરો મળે છે—ખાસ કરીને છન્દની દૃષ્ટિએ કરવા પડતા સુધારાઓને તે કંઈક અંશે સમર્થન આપે છે. ચૂની બાબતમાં પણ એ જ પરિસ્થિતિ છે. છતાં એમાં ઈન્દને વ્યવસ્થિત, સરળ કે પુનઃ સ્થાપિત કરવા માટેના કેટલાક સ્પષ્ટ પ્રયત્નો તરી આવે છે. એને લીધે ચૂ૦ના પાઠાંતરોને દુર્બોધ પાઠાન્તરો (lectio– difficilior) નો સિદ્ધાન્ત કડક રીતે લાગુ પાડવો જ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy