SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નાસિક્સ્થ પછી વ્યંજનાગમ અને સારૂપ્ય ઃ ૨૨૧ પ અર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ઉપરના વલણથી સ્થૂળ દષ્ટિએ વિપરીત કહી શકાય તેવું વલણ પ્રવર્તે છે. સાનુનાસિક સ્વર પછીનો મધ્યવર્તી અલ્પપ્રાણ ધોષ સ્પર્શ (ધણુંખરું તો ખ્) અનુનાસિકની અસર નીચે સારૂપ્ય પામીને પોતાના વર્ગનો નાસિકય સ્પર્શ અને છે. ઉદાહરણો : અમરાઈ (પ્રા૦ અમરાઈ, સં॰ આમ્રરાજિ), શીમળો (પ્રા॰ સિંબલિ, સં॰ શામલ), કામઠી-કામડી (પ્રા॰ કંમા), ચીમટો (મૂળમાં ચિમ્-). ઉપરાંત આંબળું-આમળું, આંબલી-આમલી, ઉંબરો-ઊમરો, કાંબળો કામળો, તાંબડી-તામડી, તુંબડી-તૂમડી, કૂંભડું-પૂમડું, લીંબડો-લીમડો એવી માન્ય જોડણીઓ; તથા જાંખળી-જામળી, સાંબેલું-સામેલું, લાંમડો-લામડો, ચાનકી (ચાંદ, ચંદ્ર), બીનકી (બિન્દુ) સાનુનાસિક સ્વર પછીનો શબ્દાંત અલ્પપ્રાણ ધોષ સ્પર્શ (ખાસ કરીને ખ્-સ્, તેથી ઓછે અંશે ક્રૂ, પ્ ) નાસિય સ્પર્શ ( મ, ન, ણુ ) બનવાનું વલણ વિશેષે ધરાવે છે. ઉદાહરણો : કર્મો-કમલો (ક.) ચૂમવું-ચૂમી (ચૂંખ-ચું) ઝૂમવું, ઝૂમણું, ઝુમ્મર (પ્રા॰ હું ઝુંમણગ), ઝુમ્બુક ભૂમ (પ્રા. કુંમા) લૂમ (લૂમ, લૂખી) સામ (સાંબેલું, સંખ, શસ્ત્ર) અડીખમ, મલખમ (°o, ખંભ) ડામવું (ડાંભળું, પ્રા॰ ડંભણ) વામ (વાંભ) ७ આ ઉપરાંત રોજની લોકવ્યવહારની ભાષામાં પ્રાદેશિક પ્રયોગો લેખે ખાણ(ખાંડ), ગાણ (ગાંડ), માણ (માંડ), રાણનો (રાંડનો), કનમૂળ (કંદમૂળ), ખનખારણે (બંધ બારણે), ચનરા (ચંદ્રા), વાનરો, પાનડી, પૅનર, ચૂનડી, વનરાવન, અનરાધાર, શિનરી (શીદુરી), ગન (કે ઘન, ગંધ), ગોવનજી (ગોવિંદ) જેવાં ઉચ્ચારણ પ્રચલિત છે. તે પણ આ વલણ અંગે દિશાસૂચક છે.પ નાસિકય ધ્વનિના પ્રભાવ નીચે ♦ > ણુ, o > ણ, વ્ > મ્ (કણબી, વાણંદ, ખમણું, ગભરામણ વગેરે) એ પરિવર્તનવલણો ઉપર વર્ણવેલા વલણ સાથે સંવાદી છે. ટિપ ૧ ચર્ચેલા પરિવર્તનોનો પૂર્વનિર્દેશ, વિચારણા વગેરે માટે જુઓ હેમચંદ્ર, સિદ્ધહેમ, ૮, ૨/૫૬, ૧|૨૬૪, ૨૨૫૦ ૨|૭૪, ૪|૪૧૨; પિશલ, ગ્રામાતક, ૨૫, ૨૬૭; ટર્નર, ગુજરાતી કોનોલૉજિ, ફુ ૭૮, ૮૪; નરસિંહરાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy