SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ એણે વચને તે ગણિવર્યો, ભરિયો દુઃખ અપાર; નિસાસા બહુ નાખત, ગાઢો રડે સૂઆર. રૂપ કર્યું ભમી તણું, તે લેઈ ગળપાસ; તબ કૂબડ નેહે ભર્યો ઊઠી વારે તાસ. હે દેવી તું કા મરે, હું છું તાહરે પાસ; નેહવિલુધી નારીને, હિવ નહિ જાઉં નાસી. ઈમ આપણપુ પ્રગટિયું, નેહ ગહેલો સોય; પ્રેમસુરામદ ધારિયો, પ્રાણી પરવશ હોય. મેઘરાજની આ પંક્તિઓ સાથે ઋષિવર્ધનની નીચેની કેટલીક પંક્તિઓ સરખાવો : નલ તલઈનર અવર ન કોઈ, ઠંડી સતી પ્રિયા જિણિ જોઈ સૂતી સતી એકલી રોનિ, મુગધિ વીસસી સોવિન વાનિ. અબલા મૂકી થતાં પાગ, કિમ ગૂઠા તુજ નલ નિભાગ; તિણિ વિચનિ ગહિબરિઉ અપાર, મૂકી કંઠ રડઈ સૂઆર; દેખી દવદંતી ગેલ પાસ, ઊઠી કાપઈવાર તાસ. મે મરિ દેવી હું છઉ તુઝ પાસિ, આવિઉ હિવ જાઉ નહિ નાસિ; ઈમ પ્રગટિઉ તવ નેણઈ આપ, જવ નહિ મનિ માંડિG વ્યાપ. . આ પ્રસંગની બીજી કેટલીક પંક્તિઓ સરખાવોઃ ઋષિવર્ધન : મદિરા પાંહિ દ્રોહ કર, નિખરૂ મોહ અપાર; જિણિ ધારિઉ જાણઈ નહિ, જીવ વિવેક વિચાર. મેઘરાજ : મદિરા પાંહે દ્રોહ કર, નેહ નિખરો અપાર; જેણે વાર્યો જાણે નહિ, જીવ વિવેક વિચાર, ઋષિવર્ધન : દૂ નલના ઘરનું સૂયાર, તિણિ મઝ મનિ છઈ નેહ અપાર; સામિ ભગત તે સેવક સહી, ઈમ જંપાઈ હુંડિક ગહિગહિ. મેઘરાજ ઃ હું નળના ઘરનો સૂઆર, તેણે ઉપજે મુજે દુઃખ અપાર; સામિભગત જે સેવક હોય, સામી દુઃખ દેખીને રોય. ઋષિવર્ધન : કુશલ કુશલઈ પાછઉ વલિઉ, આવી ભીમ રાજાનઈ મિલિઉં બઉ બોલાઈ સુણિ ભૂપાલ, તે છઈ કુબજ રૂપ વિકરાલ. મેધરાજ: તવ હિવ કુશલો પાછો વળ્યો, જઈ કુંડિનપુર ભીમરથ મળ્યો; કુશલો કહે સુણ ભૂપાળ, કૂબડો રૂપે અતિ વિકરાળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy