SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૮૫ વાટે જાતાં રે તવ દિન આઠમે, દવ દીઠો વનમાંહિ; સાદ કરે છે કો એક તિહાં રહ્યો, રાખો પસારી બાંહિ. અને આવી જ રીતે, નળના પ્રશ્નના જવાબમાં નિષધ દેવતા કહે છે? નળ રાયે રાખ્યો તેહ કરંડીઓ, પૂછી ભીમી વાત; શીળ પ્રશંસા સુર સુવિશેષ, સઘળી કરે રે વિખ્યાત. આ જ પ્રસંગના નિરૂપણમાં ઋષિવર્ધને બતાવ્યું છે કે સાપ નળના ડાબા હાથે કરડ્યો. જૈન પરંપરાની કથામાં વર્ણવ્યા પ્રમાણે સાપ નળને હાથે કરડે છે, પણ તે કયા હાથે તેનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. પરંતુ ઋષિવર્ધને પોતાના રાસમાં ડાબા હાથનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે : અહિ વલગાડી ઓઢણુઈ, જઈ ઉસિરી હાંમિ; મૂકતા નલરાજા તિર્સિ, ડસીઉં કરિ વાંમિ. ઋષિવર્ધનને અનુસરી વાચક મેઘરાજે પણ એમ જ લખ્યું છે : એહવું ચિતવિ ઓઢણ નાખીઓ, વળગ્યો અહિ તણે બાથ; આઘો જઈને નળ મૂકે જિસે, ડસીઓ ડાવે હાથ. કવિ રામચન્દ્રસૂરિના “નલવિલાસ નાટક”ને અનુસરીને ઋષિવર્ધને પોતાના રાસમાં જે ફેરફાર કર્યો છે તે વાચક મેધરાજે પણ ચાલુ રાખ્યો છે. નળ દધિપર્ણ રાજાને ત્યાં કદરૂપા હરિક તરીકે રહે છે ત્યારે ભીમરાજા તરફથી મોકલવામાં આવેલો દૂત “કુશલો’ પ્રથમ નળની માહિતી મેળવી લાવે છે અને પછી દધિપર્ણ રાજાને ત્યાં જઈ નલ–દવદંતીનું નાટક ભજવી બતાવી હડિક એ નળ છે એની વિશેષ ખાતરી લાવે છે. –આ પ્રમાણે એક નવો પ્રસંગ, જે રામચન્દ્રસૂરિએ પોતાના નાટકમાં પ્રયોજ્યો છે તે ઋષિવર્ધને પોતાના રાસમાં લીધો છે અને તેને અનુસરીને વાચક મેધરાજે પણ તે પ્રસંગ લીધો છે. જૈન પરંપરાની નલકથામાં આવો કોઈ પ્રસંગ નથી. એ પ્રસંગનું મેઘરાજે કરેલું વર્ણન જુઓ. તવ દધિપર્ણ નૃપ પૂછીને, નળ નાટક મનરંગે રે; માંડે કુશલો આદર કરી, લેઈ સયલ ઉપાંગ રે. (દૂહા) જિમ નળ ઘરથી નીસર્યો, આવ્યો નહ મઝાર; એકલડો નાશી ગયો, મૂકી સતી નિરાધાર. જિમ જિમ વીતક વાંદીએ, તિમ ખંહચે સંકેત; તિમ તિમ પૂરે મન ઘણું, હુંડિક દુઃખ સમેત. વળી કુશલો બોલે તિહાં, રે નિષ્કર નિર્લજજ; એકલડી પ્રિયા તજી, તે શું કીધો કજજ. જગમેં પાપી છે ઘણાં, દ્રોહી પણ લખ હોય; રે નિર્ગુણ નળ તું સમો, અવર ન દીઠો કોય. સૂતી વિશ્વાસે સતી, પ્રિય ઉપર બહુ રાગ; તે મૂકીને જાયતાં, કિમ જૂઠી તુહ પાગ. સ્વામીદ્રોહી ને ગુરુદ્રોહી, મિત્રદ્રોહી અતિ ધી; વળી વિશ્વાસે ઘાતકી તેહનું મહ મ દીઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy