SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો: ૧૪૩ સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળ જે ઉપાદાન એ શુચિ ન થાશે, દોષ કો વસ્તુનો અથવા ઉદ્યમ તણું સ્વામી સેવા સહી નિકટ લાશે. ઉદ્યમની ખામી જોઈ પણ હજુ આપણે ડગ પણ માંડ્યું નથી એટલે વિશેષ આત્માવલોકન કરવું જ જોઈએ ને? આત્મલક્ષી–આત્મનિંદાના કાવ્ય અનુકૂળ બને. જુઓ : રાગ દ્વેષે ભ, મોહ ઘેરી નડ્યો લોકની રીતમાં ઘણું એ રાતો, ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રચ્યો ભમ્યો ભવમાંહી હું વિષયમાતો, તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી. આત્મનિંદા માટે તો જૈનોમાં પ્રચલિત “રત્નાકર પરીશી' જેવી જોઈએ. આખી રચના આપણા હીણપતભર્યા કર્તવ્યની નિંદા કરતી છે. એકાદ કડી તપાસીએ : રચના હરિગીત છંદમાં છે. હું ક્રોધ અગ્નિથી બન્યો વળી લોભ સર્ષ કશ્યો મને ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણું ચગદાય છે. ક્રોધ, લોભ અને માનને માટે યોજેલાં અનુક્રમે અગ્નિ, સર્પ અને અજગરનાં રૂપકો તેમ જ વનપ્રાસ અલંકારથી રચના વધુ આકર્ષક બની છે. કદાચ સવાલ થશે કે ઈશ્વર તો સર્વા છે. એટલે આપણાં દરેક કર્તવ્યોનો હિસાબ તો એની પાસે હોય જ; તો પછી આપણે બયાન કરવાની શી જરૂર? બયાન કરવાની જરૂર છે કારણ આપણું આવાં ખોટાં કર્તવ્યોથી આપણું મન ભરાઈ ગયું હોય છે. આપણું દિલ હળવું બને એટલા માટે અગર તો આપણું મન ભરાઈ આવે ત્યારે આપણા દિલની વાત આપણે નિકટને નેહીને કહીએ ત્યારે જ નિરાંત થાય એવા માનવસહજ સ્વભાવને રત્નાકર પચ્ચીશી'ની શરૂઆતમાં જ કવિએ આલેખ્યો છે: જાણે છતાં પણ કહી અને હું હૃદય આ ખાલી કરું? તદુપરાંત ઈશ્વરને પ્રીતમ તરીકે સ્વીકાર્યો છે. એટલે પ્રેમી તો પોતાના પ્રિયતમને અથથી ઈતિ સુધીનું બધું વર્ણન કરે જ ને ? મોહનવિજયજી પણ કહે છે? અંતર્ગતની પ્રભુ આગળ કહું ગુંજ જે, પ્રીતલડી બંધાણી રે અજિત જિjદશું. ઉપરની આત્મનિંદામાં તે ભૂલનો એકરાર છે. પણ કુમારપાળવિરચિત (અનુ. અમૃતસૂરીશ્વરજી મહારાજ) આત્મનિંદામાં દુર્લભ માનવદેહ મળ્યા પછી સચેતન ન થયા, હાથ ધોઈ નાખ્યા, તેનું આલેખન છે : બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો. પણ પાપકર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy