SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ તો એથી ઊલટું, મુક્તિની—એના એકાદ અંશની પણ પરવા કર્યા વિના ભક્તિ-રંગમાં જ રચ્યાપચ્યા રહેવાનું મહોપાધ્યાયજીને સુઝે છે, જેથી ચમકપાષાણની માફક મુકિત આપોઆપ ખેંચાઈને મળે. જુઓ : મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જિમ લોહને ખીંચશે મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો. ઋષભ જિનરાજ મુજ૦ આ તો વાત થઈ જેને અપૂર્ણતા સાથે પ્રતીતિ પ્રગટી નથી, પણ જેને અપૂર્ણતા સાથે સંપૂર્ણ શ્રદ્ધા હોય તેની શી દશા છે તેની. પણ જેણે ઈશ્વરને નાથ કર્યો છે, જે સનાથ છે, એમનું હૃદય કેવું પુલકિત છે એ આપણે મોહનવિજયજીની પંક્તિમાં જોઈએ : તારકતા તુજ માહે રે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીનદયાળ જે, તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહી જાણ આગળ કૃપાળ જો ? પ્રીતલડી બંધાણું રે અજિત જિમુંદણું આવી જ ભાવનાને ઉપાલંભ સ્વરૂપે ચિદાનંદજીએ નીચેના શબ્દોમાં આલેખી છે: જગતારક પદવી લહી તાર્યા સહી હો અપરાધી અપાર, તાત કહો મોહે તારતા કિમ કીની હો ઈણ અવસર વાર? પરમાતમ પૂરણ કળા. પં વીરવિજયજી પણ આમ જ કહે છે. કદાચ ઈશ્વર પાસે માગણી તો કરીએ અને ન આપે તો? તો લાજ-મર્યાદા ગુમાવવી પડે એટલે ઉપાલંભ સ્વરૂપે કહે છે : દાયક નામ ધરાવો તો સુખ આપો રે શિવતરુની આગેરે શી બહુ માગણી? જ્યારે મહોપાધ્યાય યશોવિજયજી તો ઘડીક પણ સંગ ન તજવાનું કહે છે. ગુણીજનને ગુણ ધરાવતી વ્યક્તિ સાથે જ પ્યાર હોય ને? સંગનો રંગ કેવો લાગ્યો છે તે જુઓ : કોકિલ કલ કૂજિત કરે પામી મંજરી હો પંજરી સહકાર, ઓછાં તરુવર નવિ ગમે ગિરૂઆં શું હો હો ગુણનો પ્યાર, - અજિત જિર્ણોદશું પ્રીતડી. વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર કાવ્યની ગુંજાશમાં ઑર વધારો કરે છે. આવા મીઠા ઉપાલંભ તો જેણે સિદ્ધિ સાધી હોય એવા મહાપુરુષો આપી શકે. પરંતુ આપણી જેવા સામાન્ય માણસો ગમે તેવા ભક્તિમાં લીન હોઈએ છતાં નિષ્ફળ જઈએ તો? તો આત્મનિરીક્ષણ જ સંભવે ને ? દેવચંદ્રજી કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy