SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનો નાગર જૈન સંઘ ઃ ૮૧ નથી, છતાં સ્થવિરભગવાન શ્રી સ્થૂલભદ્રજી તથા શ્રમણભગવાન મહાવીરની બત્રીસમી પાટે વિક્રમના આઠમા શતકમાં થયેલા આચાર્યશ્રી યશોદેવસૂરિ નાગરબ્રાહ્મણ હતા તેથી નાગરગચ્છના આઘાચાર્ય પૂર્વાવસ્થામાં કદાચ બ્રાહ્મણકુળના હોય એવું અનુમાન કરવાની સહજ લાલચ થાય છે. નાગરગછનો પ્રારંભ કયારે થયો? અને તેના આધાચાર્ય કોણ હતા? તે મારી જાણમાં નથી, છતાં વિક્રમ સંવત ૧૧૧૮ના પ્રતિમાલેખમાં નાગરગચ્છનું નામ મળે છે તેથી તેનો પ્રારંભ વિક્રમના બારમા શતક પહેલાંનો નિશ્ચિત થાય છે. નાગરગચ્છના ઉલેખવાળા વિક્રમ સંવત ૧૨૯૩૯, ૧૩૮૭૧૧, ૧૩૯૪૧૨, તથા ૧૪૫૭૧ ૩ ના પ્રતિમાલેખો પણ મળે છે. મુનિરાજ શ્રી દર્શનવિજયજીસંકલિત “જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨'ના ૭૧૨મા પૃષ્ઠમાં “નાગરગછનું બીજું નામ વડનગરગચ્છ હતું. મેત્રાણા એ મેધ્યકાળમાં નગરગચ્છનું જૈનતીર્થ હતું.” એમ જણાવેલું છે. સાથે સાથે નાગરગના ઉલ્લેખવાળા વિ. સં. ૧૩૦૯ના શિલાલેખનો નિર્દેશ પણ તે જ પૂછમાં કર્યો છે. ટૂંકમાં એટલું જ જણાવવાનું કે શ્વેતાંબર જૈન પરંપરાના અનેક પ્રાચીન ગચ્છોની ગણનામાં નાગરગચ્છ પણ હતો. જૈનધર્માનુયાયી નાગરવંશ-નાગરજ્ઞાતિ પ્રાચીન શિલાલેખો તથા પ્રતિમાલેખો જોતાં જણાય છે કે પ્રાચીન સમયમાં જૈનધર્માનુયાયી નાગરવણિકવંશ-જ્ઞાતિનો મોટો વર્ગ શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં હતો. શ્વેતાંબર પરંપરાના નાગરગચ્છના પ્રારંભમાં નાગરવંશીય ઉપાસકો નાગરગચ્છ તરફ ઢળેલા હોય તે સહજ વસ્તુ છે. આમ છતાં ગચ્છ અને જ્ઞાતિના મમત્વમાં સંડોવાયેલા બેસમજ દૃષ્ટિરાગી વર્ગથી અતિરિક્ત કોઈ પણ ગચ્છને સમજદાર ઉપાસક વર્ગનો પ્રત્યેક ગચ્છના મુનિઓ, સહધર્મીઓ અને ધર્મસ્થાનો પ્રત્યે અભિન્ન ભક્તિભાવ હોય જ તે સમજી લેવું જોઈએ. વિક્રમના તેરમા શતકથી સોળમા શતક સુધીના ગાળામાં જેમ જેમ નાગરગછીય મુનિવર્ગની સંખ્યાનો ઉત્તરોત્તર હાસ થતો આવ્યો તેમ તેમ નાગર ઉપાસકો જુદા જુદા ગચ્છોના આચાર્યોથી પ્રભાવિત થઈને તે તે ગ૭ને અનુસર્યા હશે. મેં મારા અતિપરિમિત અન્વેષણમાં જે પ્રતિમાલેખો જોયા તેમાં નાગર જ્ઞાતિના ઉપાસકોએ કરાવેલી જિનપ્રતિમાઓની જુદા જુદા ગચ્છના ૧૪ આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખો મળ્યા છે. ટૂંકમાં પાછળના સમયમાં નાગર ઉપાસકો જુદા જુદા ગોમાં વહેંચાઈ ગયા હશે. ૭ હીરસૌભાગ્યકાવ્યના ચોથા સર્ગના ૩૧મા પદ્યની વૃત્તિમાં શ્રી સ્થૂલભદ્રજીને નાગરબ્રાહ્મણ જણાવ્યા છે. આ ઉપરાંત જુઓ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ લિખિત “ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”, પૃ૦ ૩૭. ८ अजनि रजनिजानि गरब्राह्मणानां विपुलकुलपयोधौ श्रीयशोदेवसूरिः । - प्रवर चरणचारी भारतीकण्ठनिष्काभरणविरुदधारी शासनोद्योतकारी ॥ (શ્રીયશોવિજય ગ્રન્થમાલાપ્રકાશિત શ્રી મુનિસુંદરસૂરિચિત ગુર્નાવલી, પદ્ય ૪૩) ૯ જુઓ મુનિરાજશ્રી જયન્તવિજયજસંપાદિત “અર્બુદાચલપ્રદક્ષિણાનલેખસંતોહ (આબૂ ભાવ ૫) લેખાંક-૩૯૭. ૧૦ જુઓ ઉપાધ્યાયશ્રી વિનયસાગરસંપાદિત “પ્રતિષ્ઠા લેખસંગ્રહ” લેખાંક-૫૭. જઓ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિસંપાદિત “ જેનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભાટ ૧” લેખાંક-૧૨૩૭, ૧૨ જુઓ આચાર્યશ્રીબુદ્ધિસાગરસૂરિસંપાદિત “જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા૦ ૨” લેખાંક-૧૩. અહીં નાગરજ્ઞાતિ શબ્દ પણ મળે છે. જુઓ શ્રી અગરચંદ નાહટા-શી ભંવરલાલજી નાહટા-સંપાદિત “બીકાનેર જૈનલેખસંગ્રહ” લેખાંક–૫૭૯. ૧૪ ત૫ારહ : જો શ્રીમદ બુદ્ધિસાગરસૂરિસંપાદિત “ જૈનધાતુ પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧’ લેખાંક ૬૪૦ (સંવત ૧૫૬૦), અને લેખાંક ૧૪૩૯ (સં. ૧૫૭૨). તથા મુનિરાજ શ્રી વિશાલવિજયજસંપાદિત રાધનપુરપ્રતિમાલેખસંદોહ' લેખાંક ૩૨૪ (સં. ૧૫૬૪). અંચલગચ્છ જુઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિસંપાદિત જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧” લેખાંક ૩૦૬ (સં. ૧૫૦૯) તથા શ્રી અગરચંદજી નાહટા-શ્રી ભંવરલાલજી નાહટાસંપાદિત બીકાનેર જૈન લેખસંગ્રહ લેખાંક ૨૩૪૩ (સં. ૧૫૩૧). સુ૦ ગ્ર૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy