SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ વડનગર : ભારતનાં પ્રાચીનતમ નગરોની ગણનામાં આવતું વડનગર ઉત્તર ગુજરાતમાં આવેલું છે. મહેસાણા જંકશનથી તારંગાહીલ જતા રેલમાર્ગમાં વડનગર રેલવે સ્ટેશન છે. આનંદપુર, વૃદ્ધનગર, ચમત્કારપુર, મદનપુર વગેરે તેનાં પ્રાચીન નામો મળે. પ્રાચીન સમયમાં વડનગરનું એક નામ અર્કસ્થલી પણ હતું, આ નામ અપજ્ઞાત છે, ઘણું સૂર્યમંદિરો હોવાને કારણે કદાચ તે અર્કસ્થલીના નામે ઓળખાતું હશે ! અનેક પ્રાચીન ગ્રંથોમાં આનંદપુરના ઉલ્લેખો પ્રચુર માત્રામાં ઉપલબ્ધ થાય છે. તેથી કહી શકાય કે તે સમયમાં આનંદપુર તેની આજુબાજુના વિશાળ પ્રદેશમાં પોતાનું આગવું વૈશિષ્ટ્રય ધરાવતું મહાનગર હતું. ટૂંકમાં જણાવવાનું એટલું જ કે વર્તમાન સમયમાં એક મોટા ગામ જેવું લાગતું આજનું વડનગર પ્રાચીન કાળમાં શ્રી-સરસ્વતીના ધામ સમું મહાનગર હતું. નાગરગચ્છ જેમ કેટલાક ગચ્છોનાં નામ તેમનો જે સ્થળમાં ઉભવ થયો હોય તેની સાથે જોડાયેલાં છે તેમ કેટલીક વાર નૂતનગચ્છના આચાર્ય અને તેમની સાથેના શ્રમણવર્ગની પૂર્વાવસ્થાનાં જે જે કુળો હોય તે કુળોની સાથે પણ ગચ્છનું નામ જોડવામાં આવતું. દા૦ ત૭, પલ્લીવાલગચ્છ, ખયતાગ, નાગરગચ્છ વગેરે. “નાગરગચ્છના આદ્યાચાર્ય નાગરવેશીય હોવા જોઈએ અને પ્રારંભમાં તેમના શિષ્યવર્ગમાં તેમ જ ઉપાસક વર્ગમાં અન્યવંશીય શિષ્ય-ઉપાસકવર્ગની અપેક્ષાએ નાગરવંશીય વ્યક્તિઓનું પ્રાચર્ય વિશેષ હશે” આ અનુમાન અસંગત નહીં લેખાય. નાગરગચ્છના આધાચાર્ય નાગરબ્રાહ્મણકુળના કે નાગરવણિકકુળના હતા ? આ સંબંધમાં વિશેષ હકીકતો ન મળે ત્યાં સુધી નિશ્ચયાત્મક કહી શકાય તેમ ૪ “સુણામે પણ – viઢપુર માર્જી, મદ્વાચ ગાઢપુરં !સન્મતિજ્ઞાનપીઠ-આગરા-દ્વારા પ્રકાશિત “ભા- સમન્વિત નિશીથરાત્ર’ વિભાગ ૩, પૃ૦ ૧૯૨. આ ઉલ્લેખ અને આ પાદટીપમાં “ સંખડી ’નો ઉલેખ ડૉશ્રી ભોગીલાલ જ૦ સાંડેસરાએ તેમના જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' નામક ગ્રંથમાં નોંધ્યા છે. છે આ ઉલ્લેખો ચત્રતત્ર પ્રસિદ્ધ થયેલા છે. તેમાંનો એક અલ્પજ્ઞાત ઉલ્લેખ અહીં નોંધ્યું છે. વર્તમાન સમયમાં પ્રતિવર્ષ કાર્તિક શુકલ પૂર્ણિમાને દિવસે સરસ્વતીઝનના મહિમાને લક્ષીને સિદ્ધપુર(માતૃગયા)માં જે લાખ ઉપરાંત માનવમેદનીનો મેળો ભરાય છે તેની પ્રાચીનતા સૂચવતા ઉલલેખમાં પણ આનંદપુરનું પ્રાધાન્ય જણાવ્યું છે. આ ઉલલેખનો સંકેત “બૃહકલ્પસૂત્રના ભાગ્ય’માં છે અને તેનું સ્પષ્ટીકરણ બૃહતકપસૂત્રની ચૂર્ણિ(અપ્રકાશિત)માં અને તદનુસાર ટીકામાં પણ છે. આ ચૂર્ણપાઠનું અવતરણ મારા ગુરુ વિદ્વર્ય મુનિયુગલ ગુરુ-શિષ્ય શ્રી ચતુરવિજયજીપુણ્યવિજયજી દ્વારા સંપાદિત “સનિર્યુક્તિ-ભાગ-ટીકોપેત બૃહકપત્ર' (વિભાગ ૩)ના પૃ૦ ૮૮૩ની કમી ટિપ્પણીમાં આપ્યું છે; ઉપરાંત, તેના ૧૩મા પરિશિષ્ટમાં (વિભાગ ૬, પારશિષ્ટ પૃ૦ ૧૮૮) પણ નોંધ્યું છે. પ્રસ્તુત અવતરણ આ પ્રમાણે છે- “ • • પાવાગવામિ || ૩૦ || •••••“પાયવાદો સરસણ, તત્ય સાણંદ્રપુર નધવિમવે વઘંતિ સખા” અર્થાત–આનંદપુરના લોકો પોતાની આર્થિક મુંજાશને અનુરૂપ રીતે શરદઋતુમાં જે સ્થાનમાં સરસ્વતીની પૂર્વપ્રવાહ છે ત્યાં નય છે. જ્યાં જનસમૂહ મેળારૂપે એકત્રિત થઈને મોટી ઉજાણી જેવા ભોજન સમારંભો કરતો હોય તેને જૈન પરિભાષામાં લંવરી કહે છે. નિરૈન્યોને સંખડીમાં બનેલા આહારના ગ્રહણનો નિષેધ કરતાં, આવા સમારંભો જ્યાં જ્યાં થતા તે તે સ્થાનોની વિરતૃત નોંધ આપી છે તેમાં આ ઉલ્લેખ આવે છે. કહેવાની મઢબ એટલી જ કે ત્યાં જનસમૂહ જતો એટલું જ નહીં પણ વિશેષમાં ત્યાં જમણવાર વગેરે કરીને એક પ્રકારનો ઉત્સવ ઉજવાતો હતો. આ અવતરણમાં આવતા “સરરવતીનો પૂર્વપ્રવાહ” અને શરદઋતુ' શબ્દોના આધારે ઉક્ત જનસમૂહને એકત્રિત થવાનું સ્થળ અને સમય નિશ્ચિત કરી શકાય છે. અને સાથે સાથે સિદ્ધપુરનો નામોલેખ ન હોવાથી એ પણ જાણી શકાય છે કે સિદ્ધપુરની સ્થાપના પહેલાં પણ પ્રસ્તુત મેળો ત્યાં થતો હતો. પરતુત ઉલેખનો સંકેત ભાગમાં છે અને ભાગ્યકાર શ્રી સંઘદાસગણિ મામણનો સમય પ્રાયઃ વિક્રમનો પાંચમો શતક છે. આથી આ મેળાની પ્રણાલિકા વિક્રમના પાંચમા શતક પહેલાની છે. આજે ઊજવાતા લોકો સવો કેટલા પ્રાચીન હોય છે, તે આ ઉપરથી સમજી શકાય છે. ૬ દાત. વાંચડગચ, વડગચ્છ, હારીજગ૭, થારાપદ્રીય ગ૭, હર્ષપુરીય ગ૭, નાગોરી ગયછે વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy