SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર આનંદ પ્રવચન કરન ન દેખ્યો હોત તો તે દયાને પાત્ર રહેત પણ ખુલ્લી આંખે દિવસે પડે તે તે બેવકૂફ ગણાય, નિંદાને પાત્ર કહેવાય. મળેલું સાધન ઉપગમાં ન લેવાય તો તે નિંદાને પાત્ર થાય, સર્વથા પાપની નિવૃત્તિ, દેશવિરતિ, જાણ્યા છતાં કલ્યાણકારી રસ્તે આદરવામાં ન આવે તે તે દેખતે છતાં શેરીઓમાં પડયો. જે શ્રેયકર છે તેને આદરવું. ત્યારે આ ઉપરથી પાપની વિરતિને આદરવી દેશવિરતિ આદરવાનુ જ્ઞાનને અંગે માનવાનું? પણ તે જ્ઞાન કેઈ ઝાડ છે કે તેનાં ફળ ખેરવી લેવાં? જ્ઞાન ક્યાથી લાવવું ? જ્ઞાન હોય તે ધર્મ થવાનો. પાપનું સ્વરૂપ જણાવાનું. જ્ઞાન તે આત્માને સ્વભાવ છે. તે લાવવાની ચીજ ક્યાં છે ? પણ હોશિયારી પણ કયા છે ? તરવું એ પણ આલંબન સિવાય બનતું નથી. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, છતાં તે આલ બનથી પ્રગટ થાય છે. આલંબન ન મળે તો તે પ્રગટ થતું નથી ? તે પછી આટલી બધી ભાંજગડ શી ? મળ્યું તેય શું ? અને ન મળ્યું તેય શુ ? જ્ઞાન વગર દેશવિરતિ વગેરે જાણી ન શકીએ, તે પછી કલ્યાણકારી હોય તે આદરી ક્યાંથી શકીએ ? મોક્ષપ્રાપ્તિને અંગે જ્ઞાનની પહેલી જરૂર છે, એ જ્ઞાન શીખતા મનુષ્યને બહુ મુશ્કેલી પડે છે. જીવવિશારદ નવતત્વ ભણવાવાળા કેટલા નીકળશે? એકે નહિ. લક્ય એ તરફ નથી. જેવું દુનિયાદારી તરફ લક્ષ્ય છે તેવું અહીં નથી. અહીં નથી શીખાતું. પેલું હજાર ગાઉ દર જઈને શીખાય છે. જ્ઞાન એવી ચીજ છે કે એના તરફ લક્ષ્ય કર્યા વિના છૂટકે નથી. અનંતાભ રખડશે તે પણ જ્ઞાનની દરકાર કર્યો વિના છૂટકે નથી જ્ઞાન મેળવવું પડશે જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્મકલ્યાણ છેટું છે. જગતમાં સારા પદાર્થની દરકાર બધાને થાય છે. ભક્ષય વસ્તુમાં અમૃત કહી દીધું. પણ અમૃત ચીજ શી ? દરિયે ડહોળતાં નીકળેલી તે ચીજ. દેએ દરિયો ડહેન્યો ત્યારે તેમાંથી નીકળેવી ચીજ તે અમૃત છે. આત્મામાં રહેલું જ્ઞાન એ અમૃત તે છે. એમા ર કરે પડી નથી. આત્માને સ્વભાવ જ્ઞાન છે. એ.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy