SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – एकेकंगुलिवाही छण्णवदी होति जाणमणुयाणं । अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया ॥३७॥ આ મનુષ્ય દેહમા એક એક આંગળ જેટલી જગામાં (૯૬) છનું છનું રેગ હેય છે તે સર્વ શરીરમાં કેટલા રોગ હશે? ते रोया वि य सयला सहिया ते पखसेण पुव्वभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहि ॥३८॥ હે મહાજશ તે પૂર્વભવમાં પરવશતાએ એ રોગને સહ્યા છે, એવા ફરી સહન કરવા પડશે, વધારે શું કહીએ? पित्तंतमुत्तफेफसकालिजयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओसि चिरं नवदसमासेहिं पत्तेहिं ॥३९॥ હે મુનિ ! તુ એવા મહા અપવિત્ર ઉદરમાં નવ દશ માસ વસ્યો છે કે જે ઉદર પિત્ત અને આંતરડાંથી વી ટળાયેલ છે, જ્યાં મૂત્ર, ફેફસા, કલેજુ, રુધિર, લીંટ અને અનેક કીડાએ હેાય છે. सिसुकाले य अयाणे असुईमज्झम्मि लोलिओसि तुर्म । असुई असिया बहुसो मुणिवर ! बालत्तपत्तेण ॥४१॥ હે મુનિવર ! તું બાળપણામાં–અજ્ઞાન અવસ્થામાં અશુચિ અપવિત્ર સ્થાને મા અશુચિમાં આવ્યો છે અને તે બહુવાર અશુચિ વસ્તુ પણ ખાધી છે. मंसद्विसुक्कसोणियपित्तंतसक्तकुणिमदुग्गंधं । खरिसवसपूयखिन्भिस भरियं चिंतेहि देहउडं ॥४२॥ હે મુનિ ! આ દેહરૂપી ઘડાને એમ વિચાર કે આ દેહરૂપી ઘડો માંસ, હાડકાં, વીર્ય, રુધિર, પિત્ત, આતરડાંથી ઝરતી (મૃતદેહના) શબના જેવી દુર્ગધ, અપકવ મળ, ચરબી, પર આદિ મલિન વસ્તુઓથી પૂર્ણ ભરેલે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy