SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ જે હૃદયમાં વહન કરે છે, ત્રણ લોકના શિરેમણિ એવા વીતરાગની સેવા જે આદરે છે, મુનિરાજની ભક્તિને જે ચિત્તમાં ચાલે છે, બાવીસ પ્રકારના અભક્ષને ટાળી જે શુદ્ધ આહાર કરે છે, ઈન્દ્રિએના વિષયમાં જેની આસક્તિ નથી, ઇન્દ્રિયોને છતીને જે ચિત્તમાં સ્થિરતાને ગ્રહણ કરે છે, દયાભાવ નિરંતર રાખે છે, સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ કરે છે અને પાપમલને દૂર કરે છે તેને મહામુનિઓ શ્રાવક કહે છે. આતમસરૂપ ધ્રુવ નિર્મલ તર જાનિ, મહાવ્રતધારી વનમાંહિ જાહિ વસે છે; મેહની જનિત જે જે વિકલપ જાલ હુતે, તિનકે મિટાઈ નિજ અંતરંગ વસે હૈ, મનરૂપ પવનસ અચલ ભય હૈ જ્ઞાન, ધ્યાન લાઈ તાહીકે આનદરસ રસે હૈ, તજિ સબસગ ભએ ગિરિ જો અડેલ અંગ. તેઈ મુનિ જ્યવત જગતમેં વસે છે. ૭ કમમલથી ભિન્ન અવિનાશી એવા પોતાના આત્મતત્વને જાણીને મહાવ્રતને ધારણ કરી જે વનમાં જઈ વસે છે. મેહથી ઉત્પન્ન થતી સર્વ સંકલ્પ વિકલ્પરૂપ જાળને ટાળીને જે અંતરંગમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર થાય છે, મનરૂપ પવનથી ચળી ન શકે એવું જેમનું અચળ જ્ઞાન થયું છે, તેથી ધ્યાનમાં સ્થિર થઈ જે આન દરસને આસ્વાદ છે અને સર્વ બાહ્યાભ્યતર સંગને તજીને જે પર્વત સમાન અડેલ અંગને ધારણ કરે છે, તેવા મુનિરાજ આ જગતમાં જ્યવતશેભે છે. પરમાણુ માત્ર પરવસ્તુઓ ન રાગભાવ, વિષયકષાય જિહે કબહી ન છાય હૈ; મન વચ કાયકે વિકારકી ન છાયા રહી, પાયા શુદ્ધ પદ તહાં થિરભાવ થાય છે;
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy