SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ શહ નિજરૂપ ધરે પરસોં ન પ્રીતિ કરે, બસત શરીર ૫ અલિપ્ત જ ગગન હૈ નિશ્ચ પરિણામ સાધિ અપને ગુણે અરાધિ, અપની સમાધિમષ્ય અપની જગન હૈ, શુદ્ધ ઉપયોગી મુનિ રાગદ્વેષ ભયે શૂન્ય, પરસે લગન નાહિં આપમેં મગન હૈ, ૬ –પુણ્યપચીસિકા મુનિરાજ કેવા છે? કર્મરૂપી પાપને ભસ્મ કરે તેવા પરમ મેક્ષમાર્ગને પામીને, ધર્મધ્યાનને ધારણ કરીને, જે જ્ઞાનની લયમાં લીન રહે છે, પિતાના શુદ્ધ સ્વરૂપને ધારણ કરે છે, પરદ્રવ્ય કે પર ભાવમાં જે પ્રીતિ કરતા નથી, શરીરમાં રહેવા છતાં આકાશની માફક જે અલિપ્ત રહે છે, આત્માની શુદ્ધ પરિણતિને સાધીને પોતાના જ્ઞાન દર્શનાદિ ગુણેને આરાધે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિમાં રહેવા જેમની અપ્રમત્ત જાગૃતિ છે, રાગદ્વેષથી જે શૂન્ય થયા છે, ૫રમાં જેની લય રહી નથી, અને પોતાના સ્વરૂપમાં જ જે મગ્ન છે એવા શુદ્ધ ઉપગવાળા મુનિરાજ છે. મિથ્યામત રીત તારી, ભરો અણવ્રતધારી, એકાદશ ભેદ ભારી હિરદે વહહૈ; સેવા જિનરાજકી હૈ, યહે શિરતાજકી હૈ, ભક્તિ મુનિરાજકી હૈ ચિત્તમે ચહતુ છે. વિસર્દ નિવારી રીતિ ભેજન ન અક્ષોતિ, ઇધિનિકે છતી ચિત્ત થિરતા ગહતુ હૈ, દયાભાવ સદા ધરે, મિત્રતા પ્રગટ કરે, પાપમલપક હરૈ મુનિ ચ કહતુ. હૈ. ૭ મિથ્યામતની શ્રદ્ધાને ટાળીને જે સમ્યગ્દર્શનયુક્ત થયા છે, અણુવ્રતને જેણે ધારણ કર્યા છે, એકાદશ પ્રકારની પ્રતિમાના ભેદને
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy