SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ફર૩ અહિંસા છે અને તેને પ્રગટ થવા દેવા તે જ હિંસા છે. આ જિનાગમને સાર છે. येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ॥२१४॥ પરિણામમાં જેટલે અંશે વીતરાગતારૂપ ચારિત્રગુણ પ્રગટ થાય છે તેટલે અંશે તે ગુણ બંધ કરતા નથી. તેની સાથે જેટલા અંશે રાગ રહે છે તેટલા અંશે બધ થાય છે. (૧૯) શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર કલશમાં કહે છે – स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री__पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥४-१२॥ જે કઈ જ્ઞાની સ્યાદાદનયના જ્ઞાનમાં કુશળ છે, સંયમ પાળવામાં નિશ્ચળ છે અને નિરંતર પિતાના આત્માને તલ્લીન થઈને ધ્યાવે છે તે જ એક આત્મજ્ઞાન અને ચારિત્ર બનેની સાથે પરસ્પર તીવ્ર મૈત્રી કરતો હોવાથી આ એક શુદ્ધ ઉપયોગની ભૂમિકા, કે જે મોક્ષમાર્ગરૂપ છે અને કર્મનાશક છે, તેને પામે છે. चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्डथमानः । तस्मादखण्डमनिराकृतखण्डमेक मेकान्तशान्तमचलं चिदेहं महोस्मि ॥७-१२॥ આ આત્મા નાના પ્રકારની શકિતઓને સમુદાય છે. જે તેને એક એક અપેક્ષાએ ખંડરૂપ જોવામાં આવે તે તેનું વાસ્તવિક સ્વરૂપ જ નષ્ટ થઈ જાય છે એટલા માટે ભેદ હોવા છતાં પણ હુ પિતાને અભેદરૂપ અખંડ એક પરમ શાંતે નિશ્ચળ તિરૂપ અનુભવ કરે છું. આ જ સમ્યફક્યારિત્ર છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy