SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત, વીતરાગમય, સ્પષ્ટ આત્માના સ્વરૂપને અનુભવ છે, અર્થાત આત્મારૂપ જ છે. हिंसातोऽनृतवचनास्तेयादब्रह्मतः परिग्रहतः । कास्न्यैकदेशविरतेश्चारित्रं जायते द्विविधम् ॥४०॥ ' ચારિત્ર બે પ્રકારનું છે. હિંસા, જૂઠ ચોરી, કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપથી પૂર્ણપણે વિરક્ત થવું તે મહાવતરૂપ ચારિત્ર છે અને એ પાપોથી એકદેશ વિરક્ત થવું અણુવ્રતરૂપ ચારિત્ર છે, निरतः कास्यनिवृत्तौ भवति यति: समयसारभूतोऽयम् । या त्वेकदेशविरतिनिरतस्तस्यामुपासको भवति ||४|| પાંચે પાપ બિલકુલ છૂટી ગયાથી આ આત્મા સમયસાર અથવા શુદ્ધ અનુભવરૂપ થાય છે. ત્યારે તે યતિ કે સાધુ ગણાય છે. જે તે પાંચે પાપના એકદેશ ત્યાગમાં રત છે તે શ્રાવક કહેવાય છે. आत्मपरिणामहिसनहेतुत्वात्सर्वमेव हिंसैतत् । अनृतवचनादिकेवलमुदाहृतं शिष्यवोधाय ॥४२॥ હિંસાદિ પાંચેય પાપમાં આત્માને શુદ્ધ ભાવેની હિંસા થાય છે, માટે તે સર્વ પાપ હિંસામાં સમાય છે. અસત્યવચન, ચોરી આદિ ચાર પાનાં નામ ઉદાહરણરૂપે શિષ્યોને સમજાવવા માટે છે. यत्खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥४३॥ કેધાદિ કષાયો સહિત મન વચન કાયાની પ્રવૃત્તિથી ભાવપ્રાણ અને દ્રવ્ય પ્રાણને વિયેગ કરો કે તેને કષ્ટ પહોંચાડવું એ જ વસ્તુતાએ હિસા છે. अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहि सेति । - તેલાવોત્પત્તિપિતિ વિના સંક્ષેપઃ ૪૪ છે. પિતાનાં પરિણામોમાં રાગાદિ ભાવેને પ્રગટ ન થવા દેવા એ જ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy