SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ (૨) છે પસ્થાપના-સામાયિકમાંથી પડી જવાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ-એવું આચરણ કે જેમાં વિશેષ હિંસાને ત્યાગ હેય, (૪) સૂમસાંપરા-દશમાં ગુણસ્થાનવતનું ચારિત્ર, કે જેમાં માત્ર સલમ લેભને ઉદય છે, (૫) યથાખ્યાત–પૂર્ણ વીતરાગચારિત્ર. બાર ત૫-છ બાહ: (૧) અનશન-ઉપવાસ ખાદ્ય, સ્વાદ્ય, લેહ (ચાટવાના), પેય (પીવાના) ચાર પ્રકારના આહારનો ત્યાગ (૨) ઉનેદર-ભૂખ હેય એથી ઓછું ખાવું. પેટના બે ભાગ અન્નાદિથી અને એક ભાગ પાણીથી ભરી એક ભાગ ખાલી રાખ. (૩) વૃત્તિપરિસંખ્યાન-ભિક્ષા લેવા જતી વખતે કઈ પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તે જ તે દિવસે આહાર લેવો. (૪) રસપરિત્યાગ–ગળપણુ, મીઠું, દૂધ, દહીં, ઘી, તેલ એ છ રસમાંથી એક અથવા અનેકને ત્યાગ, (૫) વિવિા શાસન–એકાંતમાં શયન અને આસન (સૂવા બેસવાનું રાખવું. (૬) કાયકલેશ—શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ કઠણ સ્થાને ઉપર જઈ તપ કરવું, છ અંતરંગ-(૭) પ્રાયશ્ચિત્ત કેઈ દેષ લાગે તે દંડ (શિક્ષા) લઈ શુદ્ધ થવું. (૮) વિનય—ધર્મ અને ધર્માત્માઓનું સન્માન, (૯) વૈયાવૃત્ય-ધર્માત્માઓની સેવા કરવી (૧૦) સ્વાધ્યાયશાસ્ત્રોનું પઠન પાઠન અને મનન. (૧૧) વ્યુત્સર્ગશરીરાદિ ઉપરથી મમતાનો ત્યાગ. (૧૨) ધ્યાન-ધર્મધ્યાન કે શુકલ ધ્યાન કરવું. સાધુઓનું કર્તવ્ય છે કે આ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીશ પરિષહજય, અને બાર પ્રકારના તપથી મન, વચન, કાયાને એવાં સ્વાધીન કરે છે જેથી નિશ્ચય સમ્યફચારિત્રને લાભ પામી શકે. સ્વરૂપમા રમણતા એ જ સામાયિક ચારિત્ર છે ગૃહસ્થાશ્રમરૂપી કારાવાસ (કેદખાનું ચિંતાઓને પ્રવાહ છે. તેથી નિરાકુળ થવા માટે ગૃહસ્થપણે ત્યાગી સાધુવૃત્તિમાં રહી વિશેષ સહજ સુખનું સાધન કર્તવ્ય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy