SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ શુદ્ધ આત્માના સ્વરૂપમાં મનને નિશ્ચલ કરે છે, તે સમયે મુનિમહારાજને પરમ સંવરની પ્રાપ્તિ થાય છે, આવતાં કર્મો રેકાઈ જાય છે. सकलसमितिमूलः संयमोद्दामकाण्डः प्रशमविपुलशाखो धर्मपुष्पावकीर्णः । अविकलफलबन्धबन्धुरो भावनाभि जयति जितविपक्षः संवरोदामवृक्षः ॥ १२-८ ॥ ઈસમિતિ આદિ પાચ સમિતિ જે વૃક્ષનું મૂળ છે, સામાયિકાદિ સંયમ જેનું થડ છે, શાંત ભાવરૂપી જેની મેટી મટી શાખાઓ છે, ઉત્તમક્ષમા આદિ દશ ધર્મ જેનાં ખીલેલા પુષ્પ છે, એવું પૂર્ણ ફલ ઉતપન્ન કરનાર બાર ભાવનાઓવડે સુંદર આ સંવરરૂપી મહાવૃક્ષ જગત્મા જયવત છે, કે જેણે પોતાના શત્રુ આસવને જીતી લીધા છે. ध्यानानलसमालीढमप्यनादि समुद्भवम् । सद्यः प्रक्षीयते कर्म शुद्धथत्यङ्गी सुवर्णवत् ॥ ८-९ ॥ જો કે કર્મ છવની સાથે અનાદિથી લાગેલા છે તે પણ ધ્યાનરૂપી અગ્નિના સ્પર્શથી તે શીધ્ર સુવર્ણના મેલની માફક બળીને ભસ્મ થઈ જાય છે અને આ આત્મા સુવર્ણ સમાન શુદ્ધ થઈ જાય છે, तपस्तावबाह्यं चरति सुकृती पुण्यचरित स्ततश्चात्माधीनं नियतविषयं ध्यानपरमम् । क्षपत्यन्तहीनं चिरतरचितं कर्मपटलम् ततो ज्ञानाम्भोधि विशति परमानन्दनिलयम् ॥ ९-९ ।। પવિત્ર આચારધારી પુણ્યાત્મા પુરુષ પ્રથમ અનશનાદિ બાહ્ય તપને અભ્યાસ કરે છે પછી અતરંગ છ તપને અભ્યાસ કરે છે. પછી નિશ્ચલ થઈને આત્મધ્યાનરૂપી ઉત્કૃષ્ટ તપને પાળે છે. એ ધ્યાનવડે ચિરકાલસંચિત કર્મોને નાશ કરી દે છે અને પરમાનંદથી પરિપૂર્ણ જ્ઞાનસમુદ્રમાં મગ્ન થઈ જાય છે. અર્થાત કેવલી અરહંત પરમાત્મા થઈ જાય છે. ' '
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy