SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રદ્ધા ઉત્પન્ન હેય છે. જ્યાં શ્રદ્ધા ઊપજે છે ત્યાં મન લય પામે છેશ્રદ્ધા જ ધ્યાન-આત્મસ્થિતિનું બીજ છે. મિત્રામાનમુપાયામાં ઘરે મતિ તાદશઃ | वर्तिीपं यथोपास्य भिन्ना भवति ताशी ॥ ९७ ॥ જે આત્મા પિતાનાથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધાદિ શુભાની ઉપાસના–ધ્યાન કરે તે પણ તે દઢ અભ્યાસથી આત્માનુભવ પ્રાપ્ત કરી શુદ્ધમા થઈ જાય છે, જેમ દિવેટ પિનાનાથી ભિન્ન. દીપકને અડવાથી સ્વયં દીપક થઈ જાય છે. उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा । मथित्वात्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥ ९८ ।। અથવા આ આત્મા પોતાના જ આત્માની ઉપાસના કરી પરમાત્મા થાય છે. જેમ વૃક્ષ પિતાની મેળે ઘસાઈને પોતે અગ્નિરૂપ. થઈ જાય છે. આત્માને અનુભવ ભિન્ન શુદ્ધાત્મા અને પિતાન. શુદ્ધ આત્માની ઉપાસનાથી એમ બંને રીતે થઈ શકે છે. (૧૫) શ્રી ગુણભદ્રાચાર્યના આત્માનુશાસનમાથી - एकाकित्वप्रतिज्ञाः सकलमपि समुत्सृज्य सर्वसहत्वात् । भ्रान्त्याऽचिन्त्याः सहायं तनुमिव सहसालोच्य किंचित्सलनाः । सज्जीभूताः स्वकार्य तदपगमविधि बद्धपल्यङ्कबन्धाः । ध्यायन्ति ध्वस्तमोहा गिरिगहनगुहा गुह्यगेहे नृसिंहाः ॥ २५८ ।।। મનુષ્યોમાં સિંહ સમાન-સિંહ એવા સાધુ, જેને એકાંતમાં રહેવાની પ્રતિજ્ઞા છે, જેણે સર્વ પરિગ્રહ-સંગને ત્યાગ કર્યો છે જે સર્વ પરિષહેને સહન કરનાર છે, જેને મહિમા અચિંત્ય છે, ભ્રાંતિના કારણે જેને સહાયરૂપ જાણ્યાં હતાં તેવાં આત્મસ્વભાવથી વિપરીત શરીરાદિની સહાયતા લેતાં હવે જે લજજા પામે છે. જે સ્વાર્થ આત્મહિત કાર્યમાં પ્રયત્નવાન છે, જેને શરીર પુનઃ પ્રાપ્ત
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy