SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૯૭ જેમ પ્રબળ પવનની બાધા દૂર કરવા માટે અનેક ઘરોમાં ગર્ભગૃહ (ય) સમર્થ છે તેમ કષાયરૂપી પ્રબળ પવનની બાધાથી બચવા આત્મધ્યાનરૂપી ગર્ભગૃહ સમર્થ છે. જેમ ઉનાળાના તાપમાં છાયા શાંતિ આપે છે તેમ કષાયના તાપમાં આત્મધ્યાનરૂપી છાયા શાંતિ આપે છે. आणं कसायडाहे, होदि वरदहो व दाहम्मि । झाणं कसायसीदे, अग्गी अग्गी व सीदम्मि ॥ १८९७ ॥ આત્મધ્યાન કષાયરૂપી દાહને શાંત કરનાર ઉત્તમ સરોવર છે. આત્મધ્યાન કષાયરૂપી કડીને દૂર કરવાને શિયાળામાં અગ્નિ સમાન ઉપકારી છે. झाणं कसायपरच-कभए वलवाहणड्ढओ राया। परचकभए बलवा-हणड्ढओ होइ जह राया ॥ १८९८ ।। જેમ પરચક–પરરાજાના ભયથી બલવાન વાહન ઉપર ચઢેલ રાજા પ્રજાની રક્ષા કરે છે તેમ કષાયરૂપી પરચકના ભયથી સમતાભાવરૂપી વાહન ઉપર આરૂઢ થયેલ આત્મધ્યાનરૂપી રાજા જીવની રક્ષા કરે છે. झाणं कसायरोगे-, सु होइ विज्जो तिगिछदो कुसलो । रोगेसु जहा विज्जो, पुरिसस्स तिगिछओ कुसलो ॥ १८९९ ॥ જેમ રોગ ઉત્પન્ન થતાં પ્રવીણ વૈદ્ય રોગી મનુષ્યના રોગની ચિકિત્સાવા કરી રેગ દૂર કરે છે તેમ કષાયરૂપી રોગને મટાડવાને આત્મધ્યાન પ્રવીણ વૈદ્ય સમાન છે. झाण विसयछुहाए, य होइ अछुहाइ अण्णं वा । झाणं विसयतिसाए, उदयं उदयं व तण्हाए ॥ १९०० ॥ જેમ સુધાની વેદનાને અન્ન દૂર કરે છે, જેમ તૃષાને શીતલ જળ મટાડે છે તેમ વિષયરૂપી સુધા અને તૃષાને મટાડવાને આત્મધ્યાન સમર્થ છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy