SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પ્રત્યેક પિતાના સુખને અને દુઃખને પિતે એક્લો જ ભેગવે છેપ્રત્યેક પોતે જ પોતાની ઉન્નતિ કે અવનતિ કરે છે. “હમ ન કિસીકેકેઈ ન હમારા, હા હૈ જગકા વ્યવહારા.” આ લૌકિક ઉક્તિ તદ્દન સત્ય છે. આ જીવ વ્યવહારમાં પણ એક જ છે, અશરણ છે, નિશ્ચયથી પણ એકલ અને અશરણ છે. જૈન શાસ્ત્રોમાં આચાર્યોએ જીવના એકત્વના સંબંધમાં જે વાક્યો કહ્યા છે તેનું દિગ્રદર્શન નીચે પ્રમાણે છે – (૧) શ્રી કુંદકુંદાચાર્ય કૃત દ્વાદશાનુપ્રેક્ષામાંથી– एको करेदि कम्म एको हिंडदि य दीहसंसारे । एको जायदि मरदि य तरस फलं मुंजदे एको ॥१४॥ આ સંસારી જીવ એક જ કર્મ બાંધે છે. જીવ એક જ દીર્ઘ સસારમાં ભ્રમણ કરે છે. એટલે જ જન્મે છે અને એટલે જ મરે છે. પોતાના કરેલાં કર્મોનું ફળ પણ પિતે એટલે જ ભોગવે છે. एक्को करेदि पावं विसयणिमित्तण तिव्वलोहेण । णिरयतिरियेसु जीवो तरस फलं मुंजदे एक्को ॥१५॥ ઇદ્રિના વિષયના માટે તીવ્ર લેભથી આ જીવ એકલો જ પાપઉપાર્જન કરે છે, અને તે પાપકર્મનું ફળ પોતે એકલે જ નરક અને તિર્યંચમાં ઊપજી ભગવે છે. एको करेदि पुण्ण धम्मणिमित्तण पत्तदाणेण । मणुवदेवेसु जीवो तरस फलं भुजदे एक्को ॥१३॥ . આ જીવ એક જ ધર્મના નિમિત્તે પાત્રને દાન આપી પુણ્ય. બાંધે છે. તે પુણ્યનું ફળ પિતે એકલે દેવ અને મનુષ્યભવમા ભગવે છે. एकोहं णिम्ममो सुद्धो णाणदसणलक्षणो । सुद्वेयत्तमुपादेयमेवं चिंतेइ सव्वदा ॥२०॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy