SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪. શ્રીમદ્ભગવદ્ગીતા સંબન્ધી ડુંક પણુ દષ્ટાન્ત હમેશાં પૂરેપૂરાં સંતોષકારક હેતાં નથી. જ્ઞાન, કર્મ અને ભક્તિ–જે એક જ આત્માની Intellect or Understanding, will and Emotion એ ત્રણ વૃત્તિનાં સ્વરૂપ છે–એ આ લીટીઓની માફક સર્વથા એકબીજાથી અલગ હોતાં નથી. તેમાં પણ જ્યારે એમને પરમાત્મા પ્રતિ લગાડવામાં આવે છે (જ), ત્યારે પ્રાપ્ય વસ્તુ એક હેઈ, એમની એકતા પણ એની મેળે જ ફલિત થાય છે. આપણું સામાન્ય વ્યવહારના જીવનમાં પણ તેમને એક બીજાથી છૂટાં પડતાં કેવાં કરુણ પરિણામ નીપજે છે એને ઉપદેશ શેક્સપિયરે લેટ, આથેલો અને લિયર એ કરુણરસની નાટકત્રયીમાં કર્યો છેઃ હેમ્લેટ એ ક્રિયાશન્ય એકતિક બુદ્ધિની ટ્રેજેડી (કરુણ પરિણામ) છે. આથેલે એ બુદ્ધિશન્ય એકાત્તિક કર્મની ટ્રેજેડી છે, અને લિયર વિચારશન્ય એકાતિક પ્રેમની ટ્રેજેડી છે. પણ અત્રે જે સાધને કહ્યાં, જ્ઞાન કર્મ અને ભક્તિ અને સમન્વય –હરડાં બેડાં અને આમળાં એ ત્રણેનું ચૂર્ણ કરી ત્રણે ચૂર્ણને એકઠાં કરી એ એકઠું કરેલું ચૂર્ણ પા તેલ મધમાં લેવું—એ રીતે કરવાનું નથી. હરેક વ્યક્તિએ પિતાપિતાના આત્માની ભૂખ અને ખામી ધ્યાનમાં લઈને, જ્ઞાન કર્મ અને ભક્તિનું યથોચિત સેવન કરવાનું છે. જગતમાં સઘળાં મનુષ્ય સમાન રુચિ અને સમાન શકિતવાળાં હોતાં નથી. કેઈમાં જ્ઞાન સંપાદન કરવા માટે જોઈતી બુદ્ધિશક્તિ હોય છે, કઈમાં કર્મ કરવાનું અધિક બળ હોય છે, કેઈમાં ભક્તિ માટે જોઈતું આર્દ હદય હોય છે. એએએ પોતપોતાના સ્વાભાવિક વલણ અનુસાર પિતાનું સાધન પસંદ કરવાનું છે. પણ જેમ સ્વાભાવિક વલણ જોવાનું છે તેમ પ્રત્યેક વ્યકિતએ પિત પિતામાં જેની ઊણપ હોય તે પૂરવા માટે બીજા સાધનોનું સેવન કરતા રહેવાનું છે. અર્જુનમાં આ સમયે સ્વજન પ્રત્યે સારાસાર વિવેકરહિત એવા આદર અને દયાના ભાવ પ્રકટ થયા હતા. પરંતુ જે સનાતન સત્યના પ્રકાશમાં ઉપસ્થિત થએલો પ્રશ્ન વિચારે જોઈએ એ સનાતન સત્ય એની દષ્ટિમાંથી ખસી ગયું હતું. તે માટે ગીતામાં અર્જુનને એ સત્ય દેખાડવાને, અને એ સનાતન સત્યને પંથે ચાલવા માટે જે હૃદયનું બળ જોઈએ એ બળ આપવાને કૃણનો પ્રયત્ન છે. અર્થાત કર્મ એ ગીતામાં જરૂર કેન્દ્રસ્થાને છે, પણ એ કર્મને કર્મયોગ કરવા માટે જ્ઞાન અને ભક્તિના ઉપદેશની પણ જરૂર છે. કર્મ પૂરતું જ જે ગીતાનું તાત્પર્ય હેત તે “તમાન્ યુદ્ઘઘ મારત” એટલું જ કહેવુ બસ હતું અને બહે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy