SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બ્રાહ્મણ ૬૭૩ દેહદમન અર્થે થતી તપશ્ચર્યાઓ પણ આત્મામાં એવું બળ ઊપજાવે છે કે ક્રમેક્રમે એ આત્મા જિનપદ પામવાને યોગ્ય થયા વિના ન રહે. આ ઉપરાંત મહાવીરસ્વામીને એક હેટ સિદ્ધાંત સ્યાદવાદને છે. જો કે એ સિદ્ધાંત મહાવીરસ્વામીના પિતાના વખતમાં હશે કે નહિ, એ વિષે શંકા લેવાય તે આશ્ચર્ય નહિ. મને પિતાને તે બૌદ્ધ ગ્રન્થ ઉપરથી લાગે છે કે એ સિદ્ધાંતનાં મૂળતત્વ બહુ જૂનાં છે. સ્યાદવાદને સિદ્ધાંત બહુ સિદ્ધાંતો અવલોકીને એના સમન્વય માટે પ્રકટ થએલો છે, અનિશ્ચયથી ઉદ્ભવેલો નથી; એ એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણુ આગળ રજુ કરે છે, અનિશ્ચયને પ્રમાણપત્ર આપતું નથી. શંકરાચાર્ય સ્યાદવાદ ઉપર આક્ષેપ કર્યો છે તે મૂળ રહસ્યને લાગતું નથી, જે કે શ્રી શંકરાચાર્યના સમયમાં એ સ્યાવાદ જે રૂપમાં સમજાવવામાં આવતા હતે તે રૂપમાં એ આક્ષેપ ખરે હતો એમ તે હું ધારું છું. એટલું ચક્કસ છે કે વિવિધ દૃષ્ટિબિંદુથી નિરખ્યા સિવાય એક સમગ્ર વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી. અને એટલા માટે સ્યાદવાદ ઉપયોગી તથા સાર્થક છે. તે માટે, સામાન્ય બ્રાહ્મણ ધર્મની પ્રણાલિકામાં ચાલી મહાવીર સ્વામીના સિદ્ધાતમાં સંશયવાદ વા અનિશ્ચયવાદ હોય એમ હું માનતો નથી; સ્યાદવાદ એ સંશયવાદ નથી સ્યાદવાદ એક મહાન દષ્ટિબિંદુ આપણને પૂરું પાડે છે. વિશ્વને કેવી રીતે જોવું એ આપણને જોતાં શીખવે છે. જૈન ધર્મમાં એક ત્રીજી ખૂબી મને લાગી છે તે એ કે એમાં ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એવા બે ભેદ પાડેલા છે તેમાં સાધુઓને “મહાવ્રત પાળવાનાં અને ગૃહસ્થાને “અણુવ્રત પાળવાનાં કહ્યાં છે, પણ બંનેને એકબીજાની સાથે સળંગ રાખેલા છે. અર્થાત ગૃહસ્થોએ એમ માની લેવાનું નથી કે અમને અમુક પાપકર્મો કરવાની ગૃહસ્થધર્મ છૂટ આપે છે. ગૃહસ્થધર્મ ગૃહ ને એમ કહે છે કે તમે અમુક પ્રકારની અનિવાર્ય હિંસાથી વિશેષ હિસા કરશે નહિ; તમે સહેજ અહિંસાધર્મ પાળશો કિવા સહેજ સદાચાર પાળશે તે પણ તે થોડું કર્યું ઘણું માની લેવામાં આવશે. મતલબ કે અણુવ્રતનું પાલન કરતાં શ્રાવકે એ વાત તો બીલકુલ ભૂલી જવી જોઈતી નથી કે તેણે મહાવતની સમીપમાં પહોંચવાનું છે. વેપારમાં જે કે કેટલેક પ્રસંગે મૃષાવાદ બોલ્યા વિના ન જ ચાલે એમ માની લેવામાં આવે છે, કેટલાક ધંધામાં એ દેશે સ્વાભાવિકપણે જ રહેલા હોય છે, તે પણ જે ધંધાદારીઓ ધારે તે એ ધંધામાં પણ પિતાનું ઉજજવળ ચારિત્ર્ય ખીલવી શકે, આપણે મનમાં લઈએ તે ધંધાના સ્વાભાવિક છેષો પણ દૂર કરી શકીએ. ૮૫
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy