SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ '૬૭૨ જૈન અને બ્રાહ્મણ તેમને શાંતિ મળી નહિ. શાંતિ અને કલ્યાણ મધ્યમ માર્ગમાં જ રહેલાં છે એવી તેમને ખાત્રી થઈ અને તેથી તેમણે તપ અને કામગ વચ્ચેને મધ્યમ માર્ગ ઉપદે. વળી બુદ્ધદેવે વૈરાગ્ય આણવા માટે ક્ષણભંગવાદ પ્રરૂયો. આમ કરવાને તેમને ઉદ્દેશ લોકોની મોહાંધતા દૂર કરવાનું હતું. વિશ્વમાં, સુખ દુઃખ હર્ષ શેક વગેરે ક્ષણભંગુર છે એ વાત સહુ કોઈને માન્ય છે. પણ એ ક્ષણિકવાદને ધર્મના પ્રદેશમાંથી ખેંચી ભાતિકશાસ્ત્રમાં લઈ જવામાં આવ્યું, અને ઘટપટ વગેરે પદાર્થો ક્ષણ માત્ર પણ એકના એક રહેતા નથી એમ સ્થાપવા માટે દલીલો રચવામાં આવી. પણ આપણે તો એ સિદ્ધાન્તને એના મૂળરૂપમાં એટલે ધર્મના સિદ્ધાન્ત તરીકે જ સમજવાને છે. મહાવીર સ્વામીએ વૈરાગ્ય ઉપરાંત તપને વિશેષ મહત્વ આપ્યું. પ્રોફેસર જેમ્સ નામને અમેરિકાનો એક બહુ વિદ્વાન તત્ત્વશાસ્ત્રી તપની મહત્તાનું વર્ણન કરતાં એક સ્થળે લખે છે કે –“વૈરાગ્યની ભાવના અને દેહદમનથી ભલે જ્ઞાન કે કલ્યાણ પ્રાપ્ત ન થતું હોય તે પણ દમનની ખાતર પણ તે ઉપયોગી છે. દાખલા તરીકે વીમા કંપનીમાં જે થોડું થોડું નાણું ભર્યા કરે તે છેવટે તે નાણું ઉપયોગી થયા વગર રહે નહિ, તેવી જ રીતે *" As a final practical maxim, relative to these habits of the will, we may, then, offer something like this : Keep the faculty of effort alive in you by a little gratuitous exercise everyday. That is, be systemetically ascetic or heroic in little unnecessary points; do every day or two something for no other reason than that you would rather not do it: so that, when the hour of dire need draws nigh, it may find you not unnerved and untrained to stand the test. Asceticism of this sort is like the insurance which a man pays on his house and goods at the time, and possibly may never bring him a return. But, if the fire does come, his having paid it will be his salvation from ruin. So with the man who has daily inured himself to habits of concentrated attention, energetic volition, and self-denial in unnecessary things. He will stand like a tower when everything rocks round him and when his softer fellow mortals are winnowed like chaff in the blast. " --Prof. W James' Principles of Psychology Vol. I 126.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy