SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુસ્થાનની સંસ્કૃતિમાં ઇસ્લામને ફાળે મુસલમાનો અભાવને કાકાસવાલ એ સમ શક્યા નહિ, એનું શું કારણું –ઈતિહાસના વિદ્વાનોમાં આ હજી એક ચર્ચાને વિષય છે, અને જેમ કેટલાક માને છે કે મુસભાને ચૂરેપ જીતવામાં ગૂંથાએલા હોઈ હિન્દુસ્થાન સામે પોતાનું સઘળું બળ વાળી શક્યા ન હતા, તેમ બીજા માને છે કે જેમ દૂણેને હિન્દુઓએ એક વખત ખાળ્યા હતા તેમ જ મુસલમાનેને પણ તેઓએ ચાર સૈકા સુધી હેટે ભાગે બહાર ને બહાર રાખ્યા. આ પ્રશ્નનું છેવટનું નિરાકરણ કરવા માટે ઈ. સ. સાતમા સિકાથી અગીયારમા સૈકા સુધીને રાજપૂત રાજ્યના ઇતિહાસને વધારે ઝીણે અને ઊંડો અભ્યાસ થવાની જરૂર છે. પણ અમુક કારણથી તે સમયે મુસભાને વિજયી નીવડ્યા, અને અમુક કારણેથી હિન્દુઓ પરાભવ પામ્યા એમાં મુસભાની સંસ્કૃતિની અપૂર્ણતા અને હિન્દુઓની સંસ્કૃતિની અતિપૂર્ણતા અમે કારણભૂત માનીએ છીએ. મિ. વેલ્સ ઠીક સ્મરણ આપે છે કે મુસલમાને પિતે શ્રદ્ધાહીન થયા તે સાથે જગતની પણ એમનામાંથી શ્રદ્ધા ગઈ અને મુસભાની પડતી થઈ. પ્રજાનાં ઉદયાસ્તને આ એક સામાન્ય નિયમ છે. અને કોઈ પ્રજા એ નિયમમાંથી મુક્ત નથી. મુસલમાનોએ અમુક સૈકામાં હિન્દુસ્થાનમાં પ્રવેશ કર્યો તે પછીને સઘળા ઇતિહાસ સ્થળે સ્થળે મુસલ્માન ધર્મને કે મુસલ્માન કામને જ આભારી છે એમ માનવામાં પૂર્વીપરભાવને કાર્યકારણભાવ તરીકે ગણું નાંખવાની ભૂલ થાય છે. ઉદાહરણ તરીકે રાન્હાનાલાલ એ સમયમાં ભાષાયુગ પ્રત્યે એ પણ મુસલમાનની સર્વસમાનતાની ભાવનાનું ફળ છે એમ કહે છે. પરંતુ ભાષાયુગ અપભ્રંશ યુગને જ પ્રબળ વિકાસ છે, અને એમાં જે પ્રભાવ આવ્યો છે તેમાં મુખ્ય બળ તે સમયે હિન્દુ ધર્મનું અભ્યત્થાન થયું અને સંત સાધુઓને યુગ ભડા એ છે. ભાષાયુગને પ્રભાવ સંતના ધાર્મિક ઉત્સાહ અને ઉભરાતા નિશ્ચયનું જ પરિણામ હતુ આ પૂર્વે પુરાણું સમયમાં જે ઉત્થાનને પરિણામે વૈદિકભાષાને સ્થાને સંસ્કૃતમાં અને બ્રાહ્મણને બદલે અબ્રાહ્મણના મુખમાંથી પુરાણેને ઉપદેશ ચાલ્યા, તેવા જ આ બીજા ઉત્થાનને પરિણામે સંસ્કૃતને બદલે ભાષાને પ્રાગ થયે, અને બ્રાહ્મણને બદલે અબ્રાહ્મણ સંતસાધુઓએ હિન્દુધર્મના મહાન સિદ્ધાન્તનું રક્ષણ કર્યું. કેવળ સાહિત્યનું જ નહિ પણ ધર્મનું ઉત્થાન પણ ઈસ્લામના સંસર્ગથી થયું એમ રા, હાનાલાલ કહે છે. ભારતને સંતયુગ જે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વ્યાપ્યો એમાં ઇસ્લામની અસર માનવાનું કાંઈ જ કારણ નથી. મહારાષ્ટ્રને સંતયુગ કઈક સ્વતન્ત્ર રીતે આત્મબળથી, અને કાંઈક
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy