SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુઓ જડે છે તે અમે જગતને આપીએ છીએ–એટલો જ ઉત્તર આપી બેશી રહીએ તે તેમ કરવાને અમારે હક છે.' અમુક કાર્ય અમુક કારણથી ઊપજે છે એટલું બતાવવાથી એ કાર્યની નિરર્થકતા સ્વતસિદ્ધ થઈ જતી નથી. આ ઉપર્યુક્ત ઉત્તરમાં મિ. એમનના કથનને ઉત્તર થઈ જાય છે છતાં, એમણે બતાવેલાં બીજા કારણે ઉપર પણ સામાન્ય નજર ફેરવીએ. પૂર્વે તાવ મરકી અને દુકાળથી લોકમાં સંન્યાસવૃત્તિ ઉત્પન્ન થઈ છે એ નિદાનપ્રદર્શનને ઉપરના જવાબમાં ઉત્તર થઈ ગયેઃ વિશેષમાં આશ્ચર્ય એટલું ઊપજે છે કે ત્રણ હજાર વર્ષ સુધી જે દેશમાં તાવ મરકી અને દુકાળે સતત વાસ કર્યો હશે એ દેશમાં ત્રીસ કરોડની વસ્તી શી રીતે થઈ હશે ? પ્રસંગેપાર, પૂર્વોક્ત મહટાં વન સંબંધી વિષયાન્તરના બે શબ્દો કહેવાનું મન થઈ આવે છે. આ સંબન્ધમાં થોડાક વખત ઉપર પ્રિન્સિપાલ સેબીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એક પત્ર લખ્યો હતે એમાં ઘણી નહેરેથી જમીનને નુકશાન બતાવી જંગલો વધારવાની ભલામણું કરી હતી એનું અત્યારે અમને સ્મરણ થાય છે. ઉપહાસ સાથે હિન્દુસ્તાન પરત્વે ઘણીવાર કહેવામાં આવે છે કે જે પ્રજામાં ઇતિહાસ નથી એ ખરેખર સુખી છે!” અમને લાગે છે કે જે પ્રજા હજાર બે હજાર વર્ષ ઉપર જંગલી દશા ભોગવતી હતી અને અત્યારે જેને એ વાતનું વિસ્મરણ થઈ ગયું છે એ એ કરતાં પણ વધારે સુખી છે ! વ્યવહાર અને પરમાર્થ ઉભય વિષયમાં ગ્રીસ ઈજિપ્ત પલેસ્ટાઈન અને અરબસ્તાન દ્વારા હિન્દુસ્થાનને ગુરુ કર્યા પછી, હવે એ વાતને ઉપકાર માનવાની જરૂર રહી નથી એ વિસ્મરણશક્તિનું ડું સુખ નથી! જે લોકને ઈતિહાસના અભાવ માટે નિન્દવામાં આવે છે એ લોકે ઇતિહાસના બદલામાં જગતને શું શું આપ્યું છે, વિશ્વમાં મનુષ્યના સ્થાન સંબધી કેવી કેવી ભાવના જગતને ઉપદેશી છે, એ પાશ્ચાત્ય ઇતિહાસકારો પોતાના ઇતિહાસમાં નેધે તે બસ છે. આ પ્રજા એક વખત કેવી આનન્દી સુખી અને બલવાન હતી એ વાત અત્રેના સાહિત્યાદિકના પુરાવા ઉપરથી સહજ સિદ્ધ થશે. છતાં અત્રેની અને પશ્ચિમની પ્રજાના આનન્દ તથા સુખને રવરૂપમાં અન્યત્ર તત્ત્વજ્ઞાનને પરિણામે કાંઈ ભેદ જણાત હોય તે એમાં સમજવાનું એટલું જ કે મનુષ્યજ્ઞાનનુ બાળકપણું મટી જાય અને વિશ્વમાં મનુષ્યનું શું સ્થાન છે એ વિચારવા જેટલી પ્રોઢતા આવે, ત્યારે પૂર્વને
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy