SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુસ્તાનના ગી સંન્યાસી અને સાધુએ કહ્ય હિન્દુસ્તાનના રોગી સંન્યાસી અને સાધુઓ “ The Mystics, Ascetics and Saints of India. " -(By J. C. Oman) | હિન્દુસ્તાનના “ગી સંન્યાસી વેરાગી અને સાધુઓ' સંબન્ધી મિ. મન નામના એક અંગ્રેજે આ પુસ્તક લખ્યું છે. મિ. એમન પૂર્વે લાહોરની સરકારી કોલેજમાં બન્નેચરલ સાયન્સ” ના પ્રોફેસર હતા. અને એમણે આખા હિન્દુસ્તાનમાં ફરીને તેમ જ હિમાલય વગેરે સ્થાનમાં કેટલોક વખત કાઢીને આ વર્ગના લોકની માહીતી મેળવી છે, તેઓની અદ્ભુત વાત સાંભળી છે, અને એક અંગ્રેજ આપણું લોકને જેટલો પરિચય મેળવી શકે તેટલે મેળવીને આ પુસ્તક રચ્યું છે. પુસ્તકમાં અંગ્રેજ વાચકને વિનોદ અને આશ્ચર્ય પમાડે એવા બાવાઓ અને ફકીરેના ચિત્રે આપ્યાં છે, અને ઘણું વાર્તાઓ લખી છે, જેમાં આપણું લેકને તદ્દન નવું જ જાણવાનું હોય એવું કાઈ નથી, પણ વાંચતાં રસ ઊપજે એવી હકીકત ઘણી છે. શરૂઆતનું અને છેવટનુ—એ બે પ્રકરણ ખાસ વાંચવા જેવાં છે. પ્રથમ પ્રકરણમાં આપણું ત્યાગભાવનાના કારણ અને વિકાસ સબન્ધી ચર્ચા છે. , મિ. એમનનું એમ કહેવું છે કે અન્ધાધુની જુલમ અને આપત્તિના વખતમાં માણસ સ્વાભાવિક રીતે આ દુનીઆથી નિરાશ થાય છે એટલે એનું મન મરણ પછીની બીજી દુની આ શોધવા તથા ઈશ્વર મેળવવા તરફ દોડે છે. સપાટ દેશમા લોક આળસુ અને નબળા થાય છે, અને રાજ્ય જુલમી થાય છે. લાંબા વખત સુધી આ દેશમાં મોટાં વન પડેલા હતા, તાવ મરકી અને દુકાળ વારંવાર ચાલ્યા કરતા, હાનપણથી સ્ત્રી-પુરુષોમાં વિષયવાસનાઓ પેદા થતી એથી લોક નિર્બળ થતા, અને નાત-જાતનાં બધાને લીધે લેકમાં હુનર કારીગરી પણ સંકડાઈ ગયાં હતાં. આ લોકમાં ઈતિહાસ લખાયો નથી, એનું કારણ પણ એ જ છે કે જે પ્રજા આનન્દી સુખી અને બળવાન હોય છે એને જ પિતાનાં પરાક્રમ નોધવાનુ સૂઝે છે. વળી અત્રે મોટી સંખ્યા વનસ્પતિના ખેરાક ઉપર જીવે છે એથી પણ તેઓ નામ અને આશાહીન થયા છે. તથા એમના મનના બંધારણમાં લાગણું અને કલ્પનાનું પ્રાધાન્ય હોવાથી, તેઓ સ્વાભાવિક રીતે ધર્મ તરફ વળે છે એમના શાસ્ત્રકારે પણ ચાર આશ્રમ બાંધ્યા એમાં પહેલો ભીખનો અને
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy