SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન history I am a fanatic” એમ કહેવાનું મન થાય છે. આ ઐતિહાસિક દષ્ટિબિન્દુ રૂઢિને વળગી રહી શાસ્ત્રાર્થ કરનારને પરવડતું નથી, પણ આપણા પૂર્વજે ઐતિહાસિક સ્થિતિ પ્રમાણે શાસ્ત્રોને અનુસરતા નવાં શાસ્ત્રો રચતા એમ બતાવનારા ઘણુ દાખલા છે. વખતે જ કાન્ત હતા તે એ છે? એ શો સાંભળ્યું છે અને " सिन्धुसौवीरसौराष्ट्रान तथा प्रत्यन्तवासिनः । अङ्गवडकलिशाय गत्वा संस्कारमहति । –આ વાક્યમાં સિબ્ધ સૌવીર સૌરાષ્ટ્રાદિ દેશોમાં જનારને પુનઃ સંસ્કાર યાને ફરી જોઈ દેવું પડે એમ કહ્યું છે. છતાં કૃષ્ણ પાંડવ વગેરેએ એ દેશમાં જવાથી જઈ બદલ્યાનું કયાંય સાંભળ્યું છે ? અને અત્યારે પણ એ પ્રમાણે કેણ કરે છે? એ દેશો જે સમયમાં સ્ટેચ્છ જાતિઓથી આક્રાન્ત હતા તે વખતને માટે જ એ વચન હતું અને તે વખતે જ એ પળાતું. હવે એ સ્થિતિ બદલાઈ ગઈ છે તેની સાથે રિવાજ પણ બદલાઈ ગયો છે. મનુસ્મૃતિના ટીકાકાર મેધાતિથિ “આર્યાવર્ત' અને “મ્યુચ્છ દેશ ' કેને ગણવા એ બાબતમાં લખે છે કે– “મ્યુચ્છ બ્રહ્માવર્ત વગેરે દેશ જીતી લઈને એમાં વસે તો તે સ્વેચ્છ દેશ સમઝ, અને કોઈ આય ક્ષત્રિય રાજા ઑપ્શને છતી એમના દેશમાં ચાતુર્વણ્યની સ્થાપના કરે અને આર્યાવર્તમાં જેમ ચાંડાલોની વ્યવસ્થા કરી છે તેમ મ્યુચ્છેની વ્યવસ્થા કરે તો એ મ્લેચ્છ દેશ પણ વસિય (યજ્ઞ કરવા લાયક આર્ય) ગણાય.” આવું મર્મગ્રાહી દષ્ટિબિન્દુ શાસ્ત્રાર્થ-વિચારમાં આવવું જોઈએ. - શાસ્ત્રાર્થવિચારમાં આ ઐતિહાસિક દષ્ટિબિન્દુ ઉપરાંત એક હેટી જરૂર ખરા ઊંડા અને ગંભીર અર્થમાં ધાર્મિક દૃષ્ટિબિન્દુની છે. ઉપર જણાવ્યું તેમ, સંસ્કૃતમાં “ધર્મ” શબ્દ લોકના રીતરિવાજના અર્થમાં વપરાઈ જતો હોવાથી, તેમ જ અધ્યાત્મશાસ્ત્રથી ભિન્ન એવા કર્મકાંડના અર્થમાં પણ સંકોચાઈ ગયેલ હોવાથી, ધર્મના વિષયમાં સામાન્ય લેકે જોઈએ તેવી વિશાળ દૃષ્ટિ ધરાવી શકતા નથી. આથી વ્યવહાર અને પરમાથે વચ્ચે તેઓ કૃત્રિમ ભેદ પાડે છે, અને અમુક તે અમુક અધિકારીનું જ એવું અતિશય નિયત્રણ કરે છે. જેમકે, વ્યવહારમાં પડેલા ગૃહસ્થ જાણે સંન્યાસધર્મ બિલકુલ પાળવાને જ ન હોય, જ્ઞાનની તે જાણે સંન્યાસી થયા વિના આશા જ રાખી ન શકાય, શંકરાચાર્યે મનપાપંચકમાં હેડ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy