SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૪ શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન શાસ્ત્રોનાં વચનને મુખ્ય ભંડાર–મહાભારત અને સ્મૃતિઓ, જેને વિચાર અત્રે પ્રસ્તુત છે તેમાં, “અવિરત તવશ્વન ચરિત જ તત્ વરિત ” (= “જે આમાં છે તે જ બીજે છે, અને જે અહીં નથી, તે બીજે ક્યાંય નથી.”) એવી જેની સ્તુતિ છે એ ગ્રન્થમાં–મહાભારતમાં–શું ન મળે ? સેંકડે વર્ષની અનેક જાતિની અને અનેક પ્રાન્તની સંસ્કૃતિઓ એ મહાન ગ્રન્થમાં પ્રતિબિસ્મિત થઈ છે.– મહાભારતના અનુશાસન પર્વમાં ઉમા-મહેશ્વરસંવાદમાં ઠીક જ કહ્યું છે કે – धर्मा बहुविधा लोके श्रुतिभेदमुखोद्भवाः । देशधर्माश्च दृश्यन्ते कुलधर्मास्तथैव च । जातिधर्मा वयोधर्मा गुणधर्माश्च शोभने । शरीरकालधर्माश्च आपद्धर्मास्तथैव च । एतद्धर्मस्य नानात्वं क्रियते लोकवासिभिः ॥ મૂળ કૃતિના ભેદે કરીને, તેમ જ દેશ કુળ જાતિ વય ગુણ શરીર કાળ અને આપત્તિને લઈને, ધર્મમાં અનેક ભેદ ઊપજ્યા છે. સ્મૃતિઓ તે (એમાં બને ત્યાં સુધી આર્યતા દાખલ કરવાને યત્ન કરતાં છતાં) જાતજાતના રિવાજ સ્વીકારીને જ પ્રવર્તે છે. બૌધાયન કહે છે? vષષા વિપત્તિા રક્ષિતઃ તત્તરતઃ શાનિ રક્ષિતस्तानि व्याख्यास्यामः । यथैतदनुपनीतेन सहभोजनं भार्यया सहभोजनं पर्युषितभोजनं मातुलपितृष्वमृदुहितगमनमिति । अथो. त्तरतः ऊर्णाविक्रयः सीधुपानमुभयददभ्यवहारः आयुधीयकं समुद्रयानम् । इतर इतरस्मिन् कुर्वन् दुष्यतीति । देशप्रामाण्यात् ।" પાંચ બાબતમાં ઉત્તર અને દક્ષિણના આચારમાં ફેર છેઃ વગર જોઈ દીધેલાની સાથે જમવું, સ્ત્રી સાથે જમવું, વાશી ખાવું, મામા ફેઈની કન્યા પરણવી એમ દક્ષિણમાં ચાલે છે. ઊન વેચવાનો ધંધો કરો, દારૂ પીવે, બે દાંતનાં જનાવરને આહાર કરવો (મનમાં નિષેધ છે), શસ્ત્રોથી આજીવિકા (લશ્કરી સિપાહીગીરી) કરવી, દરિયાઈ સફરે જવું (આ પણ ઉપલા શબ્દની માફક આજીવિકાના અર્થમાં સમઝવાનું છે, એટલે કે ખલાસીને ધન્ધ કરો) આવા ઉત્તરના રિવાજ છે. આ ઉપરાંત બહસ્પતિ, દેવલ, ગૌતમ અને વરાહમિહિર વગેરે તે તે દેશના આચાર ગણવે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy