SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રદષ્ટિએ “હરિજન”પ્રશ્ન ૪૫૩ જુતિનાં પરસ્પર જ છે; એક ઠેકાણે એમ કે જાણે એનો નકામે છે.) પણ વસ્તુતઃ મહાભારતકારનું આ સિદ્ધાન્તસૂત્ર છે એમ મહાભારતનું ઉપદેશરહસ્ય વિચારનાર કદી પણ કહેશે નહિ. “વામિનy વિવાપુ રાપથે નાસિત પતવામ” “સ્ત્રીઓ આગળ અને વિવાહના કામમાં જૂઠા સોગન ખાવામાં પાપ નથી.”—એવું મનુસ્મૃતિનું વચન છે. અને એને મળતાં ગૌતમ અને વસિષ્ઠનાં પણું વચન છે. પણ વસ્તુતઃ એમાં મનુષ્યપ્રકૃતિની નિર્બળતા નેંધવા ઉપરાંત શાસ્ત્રકારનું વિશેષ તાત્પર્ય માનવા કારણ નથી.* વળી શિવ વિષ્ણુ વગેરે દેવતાઓની નિન્દા અને સ્તુતિનાં પરસ્પર વિરુદ્ધ અસંખ્ય વચને પુરાણમાં મળે છે; એક ઠેકાણે ભસ્મ દ્રાક્ષની સ્તુતિ તે બીજે ઠેકાણે એની નિન્દા, એક ઠેકાણે ત્રિપુડનો વિધિ તે બીજે ઠેકાણે એને નિષેધ, પરંતુ એ સર્વ શિવવિષ્ણુરૂપ એક જ પરમાત્માનું ખરું તત્ત્વ ભૂલીને દુરાગ્રહની મદિરાથી ચકચૂર બનેલા જનોએ દાખલ કરી દીધાં છે એ સુપ્રસિદ્ધ છે. પરંતુ એ નિન્દાના મૂળમાં તે તે જનોના આચારરૂપી ઐતિહાસિક કારણ પણ રહ્યું છે એ ભાગવતની દક્ષ પ્રજાપતિના યજ્ઞના ધ્વસની કથા વાંચવાથી સમઝાશે. ક વસ્તુતઃ આ વચનમાં મહાભારતકારે અદ્ભુત સામર્થ્યથી ધૃતરાષ્ટ્રના પાતનું રહસ્ય સૂચવ્યું છે. આ વચનથી ધૃતરાષ્ટ્ર વાર વાર પોતાની નિર્બળતાને બચાવ કરે છે–જેમ જેમ એના કુળ ઉપર વિનાશ ધસત આવે છે તેમ તેમ એમાંથી વિશેષ શીખામણ લેવાને બદલે એ સઘળી ભાવિની રમત છે એમ સમજે છે, અને આ સમજણને પરિણામે એ ક્રમે ક્રમે વધારે ને વધારે નિર્બળતાના ગર્તમાં ડૂબતે જાય છે—જુવો મહાભારતનું ઉપદેશરહસ્ય.” * મનુસ્મૃતિમાં એ વચન જે સ્થળે છે ત્યાંથી ઉઠાવી લેવામાં આવે તે એની પહેલાંના અને પછીના શ્લોક વચ્ચે સંબન્ધ તૂટતો નથી, બધે ઠીક બેસી જાય છે. વળી, આ એક સામાન્ય લોકોક્તિને જ અનુવાદ છે એમ મનસ્કૃતિને એક વિદ્વાન અંગ્રેજ ટિપ્પણુકાર કહે છેઃ "I regard this verse as a proverbial saying independent of the position in which it is found, like many others in our text.".' બીજા ઉદાહરણ માટે જુ–“આપણે ધર્મ યુધિષ્ઠિરનું અસત્ય કથન” (પૃ. ૧૭૭) જ્યાંના પ્રસંગને કવિની દૃષ્ટિએ ન અવલોકવાથી મહાભારતકારને અન્યાય થાય છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy