SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ષદર્શનની સંકલન ગ્રન્ય જાણીતો છે તે ઈશ્વરકૃણની સાંકરિયા કરતાં પણ અવાચીન છે. શંકરાચાર્ય અન્ય દર્શનનાં સૂત્ર ટાંકે છે, અને આ દર્શનનું એમણે અનેક સ્થળે સવિસ્તર ખંડન કર્યું છે છતાં કોઈ પણ ઠેકાણે એ કપિલસૂત્ર ટાંકતા નથી. બીજું, સાંખ્યકારિક ઉપર વાચસ્પતિ મિશ્રની (ઈ. સ. ૧૧૫૦) ટીકા છે એમાં પણ સાંખ્યસૂત્ર –(કહેવાતા કપિલસૂત્ર) નું અવતરણ આપતા નથી. વનસંઘના કર્તાએ ( ઈ. સ. ૧૩૫૦) પણ સાંખ્યદર્શનના નિરૂપણમાં કપિલસૂત્રને ઉપયોગ કર્યો નથી. આ પ્રમાણેને આધારે પ્રિ. મૅસમૂલર વગેરે પાશ્ચાત્ય વિદ્વાને જ નહિ પણ કાશીના વિખ્યાત પંડિત બાલશાસ્ત્રી–જે એમની અભુત વિદ્યા અને મેધા માટે “બાલસરસ્વતી’ એવા નામથી ઓળખાતા હતા–એમને પણ એ જ મત હતું એમ છે. મેક્સમૂલરે જણાવે છે. આથી, પ્રાચીન સમયમાં કપિલ મુનિએ સાંખ્યદર્શનમાં સૂત્ર રચ્યાં જ નહોતાં એમ વિવક્ષિત નથી–કદાચ ઉપલબ્ધ સાંખ્ય સૂત્રમાં કપિલે રચેલાં કેટલાંક સૂત્ર ઊતરી આવ્યાં હોય તે તે અશક્ય નથી. પણ હાલના સાંખ્યસૂત્રમાં અન્ય દર્શનની સિદ્ધાન્તોને ઉલ્લેખ કર્યો છે તેટલા ઉપરથી સાંખ્ય સૂત્રને કપિલનાં રચેલાં માની લઈ બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદને કપિલની પહેલાં મૂકતાં, આપણે કેટલા બધા ગ્રન્થાને બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદની પાછળ મૂકવા પડે છે, એને રા. ઠાકરને કાંઈ જ ખ્યાલ નથી. હું એ એ ગ્રન્થ અ ગણવવા માગતો નથી. પણ એટલું જ કહું છું કે એતિહાસિક પદ્ધતિને વિદ્વેષ ન કરતાં, કપિલમુનિના સાંખ્યદર્શનની ઉત્પત્તિને સમય સ્વતંત્ર રીતે વિચારવા બેસે, એટલે એને બૌદ્ધ ક્ષણિકવિજ્ઞાનવાદની પાછળ મૂકતાં કેટલી મુશ્કેલી ઉત્પન્ન થાય છે, અને આપણા પ્રાચીન ગ્રન્થોના અતિહાસિક ક્રમમાં કેટલો વિલવ થઈ જાય છે એ સમજવામાં આવશે. " नन्वेवमपि तस्वसमासाख्यसूत्रैः सहास्याः षडध्याय्याः पौनरुक्त्यमितिचेन्मैवम्। संक्षेपविस्तररूपेणोभयोरप्यपौनरुक्त्यात्। अत एव अस्याः षडध्याय्या: योगदर्शनस्येव सांख्यप्रवचनसंज्ञा *"The Sankhya Sutras, the composition of which is assigned by Balasastrin to so late a period as the seventeenth century." -Prof. Niat Muller's Six Systems of Indian Philasoply. *વિજ્ઞાનભિક્ષના નીચેના શબ્દો ઉપરથી છે. મૅકસમૂલર એવું અનુમાન કહે છે કે વિજ્ઞાનભિક્ષને મતે પણ સાંખ્ય (કપિલ)સવ તે “સાંખ્યતત્ત્વસમાસ” થી પછીનાં હેવાં જોઈએ.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy