SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધી આખી ચચીસ જોવા જેવી છે. એથી વિશેષ શિવપૂજા અને કૃષ્ણપૂજાનાં મૂળ ઋગવેદમાં દર્શાવી તેના અનાર્ય સંભવને સર્વથા ટાળી નાંખે, અને ભાગવતને મહત્ત્વ આપ્યું એ છે. પણ સૌથી વિશેષ તેમણે હિન્દુ ધર્મમાં પ્રાચીનમાં પ્રાચીન કાલથી અત્યાર સુધી ચાલતી આવેલી એક્તા દર્શાવી એને હું ગણું છું. વળી જેમ નીતિમાં અને સામાજિક શાસ્ત્રોમાં તેમણે અધ્યાત્મના પાયાનો આગ્રહ કર્યો છે, તેમ ઈતિહાસને પણ તેઓ આધ્યાત્મિક દષ્ટિએ જુએ છે. ચા ચા ઘચ એ બે કે ઉપર ટીકા કરતાં તેઓ કહે છે “મનુજ સંસ્કૃતિના ઈતિહાસનું આ “Spiritual interpretation” છે, અને એ જ ઈતિહાસની ખરી અને ઊંડી સમજણ છે.” ગીતાના અગિયારમાં અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ આપી જે સત્ય દેખાડયું તે આ જ સત્ય. અને ઉમેરે છે: “એ અધ્યાયની ખરી ટીકા Gibbons' Decline and Fall of the Roman Empire 0.88 HIS Hallas slyar ઈતિહાસને અર્થ કરે છે, આ ઈતિહાસને આધ્યાત્મિક દૃષ્ટિએ કરેલ અર્થ છે. અને ભૌતિક અર્થમાં પણ છેવટે માણસ બદલાયેલી પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ મેળવી નવી રચના કરી શકે એવો સવીકાર આવે છે, એ ખરી રીતે આધ્યાત્મિક અર્થનું જ સમર્થન કે સ્વીકાર નથી ? ' , એમની નિરૂપણપદ્ધતિનું બીજું મહત્ત્વનું લક્ષણ તેમની તેલનપદ્ધતિ છે. આમાં આપણા દેશનાં દર્શનની પરસ્પર તુલના તેમ જ આપણું દર્શનની અને તેની પશ્ચિમના દર્શને અને તે સાથેની તુલના બને આવે છે. તેલનથી તેઓ કોઇવાર પૂર્વના સિદ્ધાન્તને પશ્ચિમના સિદ્ધાન્તથી સમર્થિત કરે છે, તે કઈવાર તેમાંથી નો અર્થ કાઢે છે. અને આ ઐતિહાસિક અને તેલનપદ્ધતિને એક સતત લાભ એ છે કે તેથી જૂનાં સત્ય, વાક્યો, નિયમો વગેરેને નવી તાજગી મળે છે. શબ્દ નિત્ય છે એ મીમાંસાને સિદ્ધાન્ત અર્થહીન લાગે પણ ત્યાં શબ્દનો અર્થ શબ્દપ્રતિપાદ્ય સત્ય એ કરીએ તે એની ચર્ચા રસિક થાય અને એ પશ્ચિમની ફિલસુફીમાં લાંબા કાલ સુધી ચર્ચાનો વિષય રહેલ છે. અસુરે અને દેવ પ્રજાપતિના પુત્રે છે તેમાં અસુરે મોટા છે, જે નાના છે! દે જ ઉત્કૃષ્ટ અભિપ્રેત છતાં, અસુરેને મોટા કેમ કહ્યા? આનંદશંકર કહે છે કે આસુરી દશા એ નૈસર્ગિક એટલે જંગલી કે અસંસ્કૃત હોઈ પહેલી હતી, દેવત્વ પછી સંસ્કારથી આવ્યું, અને તેના સમર્થનમાં વિજ્ઞાનશાસ્ત્રી હફસલીને મત ટાંકી બતાવે છે ! કુસુમાંજલિ વાત એવી ઈશ્વરસિદ્ધિની દલીલ કરે ત્યારે ૪૩. પૃ. ૫૪૧-૪૨. વળી જુઓ પૃ. ૫૮૧. ૪૪, ૫, ૭૪૧ " આમાં આપની રાત અને નિકિતિહાસિક
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy