SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ શાંકર સિદ્ધાન્ત અને યોગ ૩૮૩ સ્વરૂપને જુદુ પાડી–અવલોકવા સૌને વિનંતિ કરું છું. આવી રીતે આવલોકન કરતાં જણાશે કે કેટલાક ટીકાકારોએ જેમ શ્રીમદ્ભગવદ્ગીતાની ટીકામાં શંકરાચાર્યે નિરૂપેલા ધ્યાનયોગ ઉપર ભાર મૂક્યો છે, તેમ બીજા કેટલાકે સાંખ્યયોગ અને તત્વવિચાર ઉપર ભાર મૂક્યો છે. પણ કોઈ પ્રતિષ્ઠિત અને પ્રાચીન ટીકાકારે હઠાગનું પ્રતિપાદન શાંકર ગ્રન્થમાંથી મેળવ્યું નથી.' તત્ત્વવિચારને પ્રાધાન્ય આપી, શ્રીમદ્દભગવદ્ગીતાના સમર્થ ટીકાકાર અને પૌઢ શાંકરદાન્તી મધુસૂદનસરસ્વતી નીચે પ્રમાણે એક સ્થળે લખે છેઃ " अत एवाह वसिष्ठः " द्वौ क्रमौ चित्तनाशस्य योगो ज्ञानं च राघव । योगो वृतिनिरोधो हि ज्ञानं सम्यगवेक्षणम् । असाध्यः कस्यचिद्योगः कस्यचित् तत्त्वनिश्चयः । प्रकारौ द्वौ ततो देवो जगाद પ્રમઃ શિવઃ” રૂરિયા.......પ્રથમમુપાયે અપરમાર્થવાળો हैरण्यगर्भादय: प्रपेदिरे। श्रीमच्छङ्करभगवत्पूज्यपादमतोपजीविनस्त्वौपनिषदाःप्रपश्चानृतत्ववादिनो द्वितीयमेवोपाय [ज्ञान-] मुपेयुः। तेषां यधिष्ठानदाढय सति तस्य च कलपितस्य बाधितस्य चित्तस्य तदृश्यस्य चादर्शनमनायासेनैवोपपद्यते । अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयांवभूवुः । अत एव चौपनिषदाः परमहंसाः श्रौते वेदान्तवाक्यविचार एव गुरुमुपसृत्य प्रवर्तन्ते ब्रह्मसाक्षात्काराय न तु योगे। विचारेणैव चित्तदोषनिराकरणेन तस्यान्यथासिद्धत्वादिति कृतमधिकेन ॥" | ભાવાર્થ-વસિષ્ટ કહે છે કે ચિત્તને નાશ કરવાની બે પદ્ધતિ છેઃ યોગ અને જ્ઞાન. ગ એટલે વૃત્તિને નિરાધ, અને જ્ઞાન એટલે વસ્તુને સારી પેઠે જેવી–સમજવી. કેટલાકને યોગ અસાધ્ય છે, કેટલાકને તત્વજ્ઞાન અસાધ્ય છે–તેથી શિવજીએ ચિત્તનાશ કરવાની બે રીત બતાવી. એમાંને પહેલો ઉપાય (સાધન) પ્રપંચને સત્ય માનનારા હૈરણ્યગર્ભ વગેરે ગીએ) એ સ્વીકાર્યો છે અને શ્રીમત શંકરભગવતપૂજ્યપાદના મતને અવલંબનારા વેદાન્તીઓ પ્રપંચ (જગત) ને મિથ્યા માને છે, અને તેથી બીજો ઉપાય જે જ્ઞાન એનું તેઓએ ગ્રહણ કર્યું છે. તેઓના મત પ્રમાણે–અધિષ્ઠાન જે બ્રહ્મ * "हठं विना राजयोगो राजयोगं विना हठः न सिद्धयति द्वयं तस्मादानिष्पत्तेः समभ्यसेत् " આ શાંકર સિદ્ધાન્તનું પ્રમાણ નથી અને યથાર્થ શાંકર સિદ્ધાન્ત તરીકે હું એને માન્ય રાખી શકતા નથી. તેનું કારણ હું ઉપર જણાવી ગયો છું.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy