SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શાંકર સિદ્ધાન્ત અને ગ પણ સ્થળે સૂત્રમાં કે શાંકરભાષ્યમાં હઠયોગને બિલકુલ ઈસા નથી. હઠાગ જે સૂત્રકારને કે શંકરાચાર્યને ઈષ્ટ હેત તે તેને વિધિ કરવાનું આ જ સ્થાન હતું. [પી શંકાપત્રમાં ટાંકેલાં આનન્દગિરિ, શંકરાનન્દસ્વામી, વિદ્યાયમુનિ એ સર્વનાં વાકયોને હું રાજગને લાગુ પડતાં માનું છું, અને આ રીતે શાંકર સિદ્ધાન્ત સાથે એની એકવાક્યતા કરું છું. “શાંકરસિદ્ધાન્તનાં પરમ રહસ્યને જાણવામાં જેમણે પિતાનું આખું જીવન સમપ્યું હતું, જેમની બુદ્ધિ આજનાં અનેક આવરણોથી રહિત નિર્વિકાર નિશ્ચલ અચળ હતી, જેઓ કેવળ નિસ્વાર્થી, તત્વનિષ્ઠ હતા તેમના એ અધ્યયાયપરના વિચારે જોતાં શ્રી શંકરે અષ્ટાંગયોગને સ્પષ્ટ નિષેધ કીધો છે એવું નીકળતું નથી.” જે ટીકાકારેની આ વાક્યમાં સ્તુતિ કરવામાં આવી છે તેઓને એ સ્તુતિ યથાર્થ રીતે લાગુ પડે છે એ હું કબૂલ કરું છું. અને એમના કરતાં હું અધિક માનને પાત્ર છું એમ સૂચવવાની મારામાં ઈશ્વરકૃપાએ હજી ધૃષ્ટતા આવી નથી. પણ શાંકરદાન્તનો ઈતિહાસ લક્ષમાં રાખવાની આપણને જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે તેને લાભ લેઈને વિચાર કરતાં મને લાગે છે કે શાંકર સિદ્ધાન્ત અને શાંકર વેદાન્ત એ સર્વથા એક નથી. સર્વથા એક હેત તો અપ્પયદીક્ષિતના “સિદ્ધાન્તલેશ”માં જે અનેકાનેક શાંકર વેદાન્ત સંબન્ધી મતમતાન્તરે નોંધ્યાં છે, તે નેંધાયાં ન હોત, દરેક મહાપુરુષની કૃતિ બહુ અર્થગર્ભ હોય છે–તેમાંથી એના અનુયાયીઓ પિતપતાના સમયની, પિતાના અનુભવની, અને પિતાના માનસિક બન્ધારણની ખાસિયત પ્રમાણે જુદાં જુદાં સિદ્ધાન્તસ્વરૂપ ઊપજાવે છે. એમાંનાં કેટલાંક દેશકાળની જરૂરિયાત જોઈ જાણું બુજીને નક્કી કરવામાં આવે છે. કેટલાંકમાં સમયની, અનુભવની, અને માનસિક બંધારણની અણધારી અસર થએલી હોય છે. શંકરાચાર્ય પછી એમને સિદ્ધાન્ત સમજવાના અને સમજાવવાના જે અનેક યત્નો થયા છે, તેમાં આ ઐતિહાસિક પરિણામ થએલે નજરે પડે છે. હું શંકરાચાર્યના ગ્રન્થ જોઈ એ પરિણામથી મૂળ * રા. વૈદ્યના શબ્દ. x “ Hegel speaks of certain great writers who are like knots in the tree of human development, at once points of concentration for the various elements in the culture of the past and the starting points from which the various tendencies of the new time diverge. "-E. Caird. માં છે રીપતાના સમયના અર્થગર્ભ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy