SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ , જ્ઞાન અને નીતિ ૩૪૩ ઐયવાદ” ને નામે આપણાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, અને એ વાદમાં જ્ઞાન અને કર્મ ઉભય સમાન કક્ષામાં વિરાજે છે. શંકરાચાર્ય અને અન્ય કેટલાક મહાન તત્ત્વ કર્મને જ્ઞાનથી નીચે દરજજે મૂકે છે; કર્મથી ચિત્તસત્ત્વની શુદ્ધિ થાય છે, અને શુદ્ધ ચિત્તમાં જ્ઞાનને પ્રકાશ જામે છે એમ એમનું કહેવું છે. અને “શુદ્ધ હૃદયવાળા જ પ્રભુને જુએ છે” એ ક્રિશ્ચયન ધર્મનું વચન પણ આ સિદ્ધાન્તનું જ ઉચ્ચારણ છે. ચઢતા ઉતરતા દરજ્જાની વાત બાજુ પર મૂકીએ તો ઉભય પક્ષમાં કર્મની આવશ્યકતા સ્વીકારાતી દેખાય છે. પણ જરા ઊંડે વિચાર કરતાં, બે પક્ષ વચ્ચે એક મુદ્દાને ભેદ સમજાય છે. રામાનુજાચાર્યના મત પ્રમાણે જ્ઞાન સાથે કર્મ જેડાવું જ જોઈએ; શંકરાચાર્યના મત પ્રમાણે કર્મ વિના ચિત્તસત્વશુદ્ધિ, અને એ શુદ્ધિ વિના જ્ઞાન અશક્ય છે, પરંતુ જે કઈ એવાં હૃદય હોય કે જે જન્મથી જ શુદ્ધ છે–અને જેની શુભ વાસના જોતાં એનાં શુભ કર્મ પૂર્વ જન્મનાં જ માની લેવાં જોઈએ– એને કર્મની આવશ્યકતા નથી; અર્થાત અમુક હદયમાં જ્ઞાન જામી શકે છે કે નહિ એટલું જ જોવાનું છે. આ જન્મમાં શુભ કર્મ કર્યા પછી જ જ્ઞાન સંપાદન કરવા યત્ન કરવો, અથવા તો કર્મ અને જ્ઞાનના કાબરચીતરા દોરા એકઠા જ વણતા જવું–એ આગ્રહ શંકરાચાર્યને અસંમત છે. ત્યારે શું શાંકર વેદાન્ત પ્રમાણે, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને નીતિના નિયમોનું બન્ધન રહેતું નથી ? નથી જ રહેતું–બબ્ધન નથી રહેતું, નહિ કે નીતિના નિયમ જ નથી રહેતા; અજ્ઞાની મનુષ્યો જે નિયમ શ્રમ કરીને પાળે છે, એ જ નિયમ એનામાં સ્વભાવ સિદ્ધ થઈ રહે છે; પુષ્પમાંથી જેમ સુગન્ધ સ્ફર્યા કરે છે, એ રીતે એના આત્મામાંથી–જ્ઞાનદીપ્ત આત્મામાંથી –નીતિ સ્પરી રહી છે ! કદાચ કઈને એમ લાગશે કે આજકાલ ચારે તરફ નીતિની માગણી થઈ રહી છે તેથી હું શાંકર વેદાન્તમાં નીતિ ખેંચી લાવું છું–આવી શંકા દૂર કરવા માટે હું શાંકર વેદાન્તના જ પ્રતિષ્ઠિત ગ્રન્થામાંથી એક બે ઊતારા ટાંકીશ. શ્રીમદ્ભગવત્ગીતા ભાગવત વગેરે પણ શાંકરદાન્તીને પરમ માન્ય ગ્રન્થ છે, પણ એ ખાસ શાંકરદાન્તના પ્રમાણ તરીકે ગણવામાં કોઈ બાધ લે માટે થોડાક બીજા ગ્રન્થામાંથી જ ઊતારા આપુ છુ. વેદાન્તસારના કર્તા સદાનન્દ આ જ પ્રશ્ન ઉઠાવી એના ઉત્તરમાં જણાવે છે કે
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy