SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પ્રેમઘટા મહાનિયમ લુપ્ત થએલો ક, અને પછી વિચારે કે મનુષ્યની શુભ પ્રવૃત્તિ કેટલી શક્ય રહે છે? એ નિયમને અભાવે મનુષ્યની સંસ્કૃતિ અને ઉત્કર્ષ (Civilization) સર્વથા અશક્ય થઈ જાય છે એ, વિચાર કરતાં, સહજ સમજાઈ આવશે. માટે જ, જ્યારે જ્યારે હદયમાં શુભ વાસનાને અંકુર કુટે અને તદનુસાર શુભ કર્મ કરવાનું બળ માલુમ પડે ત્યારે એ શુભ સંપત રૂપે પરમાત્માની પ્રેમઘટા” સુકી આવતી જેવી એમ શાસ્ત્રકારે ઉપદેશે છે. ૩ પરમાત્માના પ્રેમનું ત્રીજું ચિહ્ન, બીજા સાથે જોડાએલું પણ એથી કાંઈક વિશિષ્ટતર હોઈ પૃથફ ગણનાને પાત્ર છે. તે એ કે જેના ઉપર પરમાત્માને પ્રેમ ઢળે છે તેને સર્વ જતુ ઉપર પોતાપણાને ભાવ ઉપજે છે; કોઈનું પણ હું કલ્યાણ કરું “કેઈને પણ હું ઉપયોગી થાઉં એવી ઉત્કટ ઈચ્છા એના મનમાં રહ્યાં કરે છે. એક હિંદુસ્તાની કવિ ઠીક કહે છે કે જે માણસે જન્મીને કેઈને ઉપકાર કર્યો નથી એ પશુ કરતાં પણ નપાટ છેઃ પશુ મરીને એનાં હાડકાં ચામડાં પણ કઈકને કામ આવવા દે છે; જે માણસ જીવતાં કેઈને ઉપયોગી ન થયો તેનું જમ્મુ તે નકામું જ સમજવું, કારણ કે એનાં તો હાડકાં–ચામડાં પણ કેઈને કામ આવતાં નથી. આ લોકોપયોગી થવાની બુદ્ધિ એ હિંદુસ્થાનની વર્તભાન દશામાં પરમાત્માના પ્રેમને ખાસ આવિર્ભાવ છે. આપણું દેશમાં જ્યાં નજર ફેરવશો ત્યાં અસંખ્ય રીતે લેપયોગી થવાના પ્રસંગે તમને નજરે પડશે–અને એ સર્વેમાં કાંઈને કાંઈ કરી શકવાનું આપણું દરેકનું સામર્થ્ય છે આ દેશમાં આપણે જન્મ થયે છે એ આપણું અહોભાગ્ય છે. એ ભાગ્યને લાભ લેવો કે એને વૃથા વહી જવા દેવું એ ઉપર આપણું ભવિષ્યના સ્વરૂપને આધાર છે. ઘણું કહે છે કે હિંદુસ્તાનમાં જન્મ લેવો એ હતભાગ્યની નિશાની છે. પણ મને લાગે છે કે આવું સદ્દભાગ્ય મનુષ્યને જવલ્લે જ પ્રાપ્ત થતું હશે. પ્રાચીન કાળમાં હિંદુસ્તાને જગતની કેવી અનપમ સેવા કરી છે એ વાત બાજુ પર રહેવા દે, અને વર્તમાનકાળ જ વિચારો આપણા દેશમાં આજકાલ આપણને જે કર્તવ્ય કરવાના પ્રસંગે પ્રાપ્ત થયા છે એવા બીજા ક્યાં છે? આને જ અનુલક્ષીને હું કહું તેપણ પૂર્ણ યથાર્થતાથી કહી શકું કે – " सन्तो मेरे, प्रेमघटा झुक आई"
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy