SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિનાં સાધન સંતાડે પણ એ આપવાની હિંમત ચાલે નહિ. સર્વજ્ઞ પરમાત્માએ હસીને કહ્યું: “ભાઈ સુદામા ! ભાભીએ શું મેકવ્યું છે—જેવા દે.” સુદામા “કાંઈ નહિ,” “કાંઈ નહિ” કહેતા જાય, અને પેલું પિટકું દબાવે. ભગવાને પિટકું લેવા માંડયું–લીધુ–ડયું, અને એમાંથી પહુવા લઈ એક મહી, બીજી મૂડી એમ ખાવા માંડયા, ત્રીજી મૂઠી ભરવા જાય છે ત્યાં નરસિહ મહેતા કહે છે કે – “રુકમણું કર ગ્રહો શીશ નામી એક રહ્યાં અમે, એક બીજા તમે, ભક્તને અઢળક દાન કરતાં “પ્રેમદાએ પ્રેમનાં વચન એવાં કહ્યાં, હાથ સાહો ત્રીજી મૂઠી ભરતાં.” પણ બે મૂડી થેડી નહતી. બે મૂડીમાં તે પ્રભુએ સુદામાનું દારિદ્રથ હર્યું, ઘર સેનાનું કરી દીધું, સકળ સમૃદિથી ભરી દીધું! દારિદ્રયથી શરમાશો નહિ. જે કાંઈ થોડું ઘણુંખારા પહુવા જેવું પણ–તમારી પાસે હેય તે પ્રભુને અર્પણ કરશે તે એ તમારું દારિદ્રય ટાળશે. આ દેશ પાસે મૂડી નથી, પણ પ્રભુને એ બાળમિત્ર છે, અને પોતાના દારિદ્રયનું પિટકું પણ એ પ્રભુ પાસે જઈને ધરશે તે પ્રભુ એ સ્વીકાર્યા વિના રહેશે નહિ–અને આ સુદામાની ઝુંપડીને સુવર્ણમય સુદામાપુરી જરૂર બનાવશે. આપણું ધન જ્યાં સુધી આપણે પ્રભુને સમર્પતા નથી–સત્ય પ્રામાણિકતા લોકપકાર વગેરે ગુણેથી એને પવિત્ર કરતા નથી–ત્યાં સુધી જ જગતની સમૃદ્ધ પ્રજામાં સ્થાન પામવાને આપણને વિલંબ થાય છે. પ્રભુ નમ્ર અને નીતિમાનને છે, અભિમાની અને દુષ્ટને નથી. વિદુરની ભાજી એને વધારે ગમે છે, દુર્યોધનના મેવા ગમતા નથી. વિદર યમરાજાને અવતાર હતા; એમ કહેવાય છે કે માંડવ્ય ઋષિએ છેક બાળપણમાં એક તીતીઘોડે વીં હતો. તે માટે જ્યારે યમરાજાએ એમને સજા કરી, ત્યારે ઋષિએ યમરાજાને શાપ દીધો કે “બાલ્યકાળની અજ્ઞાનાવસ્થામાં કરેલું પાપ કર્તાને વળગતું નથી એમ શાસ્ત્રની મર્યાદા છે, છતાં તમે અન્યાયથી મને સજા કરી તેથી મત્યેકમાં અવતર!” અર્થાત અદલ ઇન્સાફ એ યમરાજાની ભાવના છે, એ વિદુરમાં અવતરી હતી અને એ પરમાત્માને વહાલી છે. અન્યાયી દુર્યોધન પાંડવોનાં રાજપાટ પચાવી બેઠે છે, અને અન્યાયથી મેળવેલી લક્ષ્મીના મદથી એ આંધળે બની ગયો છે કે એ પ્રભુની મદદ લેવા દેડે છે ત્યારે પણ અર્જુનની પેઠે નમ્રતાથી પ્રભુના
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy