SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિનાં સાધન rity would be crushed and appalled by it. It is the religion of the strong, the independent, the masterful. It would be the purgatory of the feeble, the irresolute, the clinging natures." હવે આ “ગ્રાહે તે શું?–અને એમાંથી મુક્તિ પામવાનાં શાં સાધન ? એ વિચારીએ. ઉપર કહ્યું કે ગ્રાહે તે મૃત્યુ, પણ હજી “મૃત્યુ ' તે શું એનું વિવેચન કરવું બાકી છે. આ શરીરીની હું જીવું નિત્ય જીવું એવી ઈચ્છા મૂખઈ ભરેલી છે. એમ નિત્ય જીવી શકાતું જ નથી, અને એમ જીવવામાં આનન્દ પણ નથી. એક ગ્રીક આખ્યાયિકા છે કે ઉષાએ પિતાના કાન્ત ટિનસ માટે દેવ પાસેથી અમૃતત્વ માગી લીધું, પણ યૌવન ભાગવું ન સૂઝયું–તેથી એ બિચારે નિત્ય ઘસાતે જ જાય પણ મૃત્યુ આવે નહિ! આ કેવી દુર્દશા ! વળી નિત્ય યૌવન, જેમાં વધારે નહિ અને ઘટાડે નહિ, એ પ્રાપ્ત થાય તે પણ શું?–નવીનતાને અભાવે એ પણ કંટાળો આપે. વસ્તુતઃ જે અમૃતત્વ માટે મહાત્માઓ મથે છે તે આ દૈહિક જીવનની નિયતા નહિ, ઉલટું એ જીવનને લેપ. કિસા ગાતમી બુદ્ધ ભગવાન પાસે ગઈ અને કહ્યું કે “મહારાજ ! મારા બાળકને જીવતું કરે.” ત્યારે બુદ્ધ ભગવાને એને મૂઠી રાઈને દાણ માગી લાવવા કહ્યું– પણ તે એવે ઘેરથી કે જ્યાં આજ પર્યન્ત કોઈ મરી ગયું ન હોય. બિચારી બહ, ભટકી, પણ બુદ્ધ ભગવાને માગી હતી તેવી રાઈ ન મળી. કોઈને ઘેર પિતા તે કેઈને ઘેર પુત્ર, કેઈને ઘેર પતિ તો કોઈને ઘેર પની. કેઈને ઘેર ભાઈ તે કેઈને ઘેર બેન–એમ ઘેરઘેર કેઈને કોઈ તે મરી ગએલું ખરું જ, આ અનુભવ કરાવીને કિસા ગોતમીને બુદ્ધ ભગવાને સમજણ પાડી કે મરણ જીવમાત્રને માટે આવશ્યક છે, અને એનાથી મુક્ત થવાનો માર્ગ એક જ છે કે જીવનું જીવપણું નાશ કરવું. એ જીવપણું શી રીતે નાશ પામે? તૃણનો નાશ કરવાથી + હું જીવું, જીવું, અન્યને મારીને પણ છવું એવી જે જીવનની તૃણ જીવ માત્રમાં રહેલી છે, તેને મૂળમાંથી નાશ કરવી જોઈએ. એ તૃણ વિષયમાં લપટાવાથી ઉત્પન્ન થાય છે. આ વિષય તે તે પદાર્થો નથી, પણ એ પદાર્થોમાં જે મોહકતા છે તે છે. એ મોહકતાનો નાશ કરવા સંબધી બ્રાહ્મણ શાસ્ત્રકારોએ એક પરમ - ઉપનિષદમાં ઈન્દ્રિયોને અને વિષયોને “ગ્રહ” અને “અતિગ્રહ” કહ્યા છે. ગ્રહ એ મૃત્યુ છે, પણ ઇન્દ્રિયોને અને વિષયને વશ થવું એ જ ખરું મૃત્યુ છે. આમ બંને અર્થની એકતા છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy