SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિનાં સાધન ર વાને પ્રસંગ આવ્યું હતું ત્યારે પણ સંસારની પવિત્ર મીઠાશ-સીતા–એમણે પિતાની સાથે જ રાખી હતી. પિતે કહે છે તેમ “રાચ8 દિ 8 તાઃ શ્વધર્મ સંસારિપુ જ સુપુ વયં રક્ષાઃ” વનમાં ગૃહી અને વાનપ્રસ્થ ઉભયને રસ એમણે લીધો હતો. અને જ્યારે એ મીઠાશ દેવની કુટિલ ગતિએ પડાવી લીધી, ત્યારે પૂર્ણ વિરતાથી એ સામે પિતે લડયા, વિજય મેળવ્યું, અને સંસારી થયા. કાળ જતાં, સંસારની મીઠાશ અળગી કરવાની ફરજ પડી ત્યારે એ ફરજ બજાવી–પણ છતાં પણ એમણે ભગવાં ન કર્યો. અશ્વમેધ યજ્ઞમાં સીતાજીની સુવર્ણની મૂર્તિ કરીને પાસે બેસાડી, અને વ્યવહારની સ્થલ દષ્ટિએ જે ત્યાગ હતો તે ભાવનાની સૂક્ષ્મ દૃષ્ટિએ પરમાગરૂપ બની રહ્યો. આમ બુદ્ધ અને રામના જીવનમાં વૈરાગ્યની ભાવના જુદે જુદે રૂપે સિદ્ધ થાય છે. ઉભય નિત્ય-શુદ્ધ-બુદ્ધ–મુક્તસ્વરૂપ પુરૂષ હતા, અને એમને આ સંસારસરાવરને “ગ્રાહે પકડી શકે એમ ન હતુંપણ આપણે પામર જી એ “ગ્રાહેથી પકડાએલા છીએ, અને એનાથી છૂટવા યતન કરવાનો છે. આ યત્ન કેવળ આપણું જ બળ વીર્ય અને પરાક્રમ ઉપર આધાર રાખીને કરવો જોઈએ એમ કેટલાક કહે છે. જેઓને સ્વબળ ઉપર એટલો વિશ્વાસ હોય તેમને ધન્ય છે. એ વિશ્વાસ યથાર્થ છે કે કેમ એ પરિણામથી જણાય, પણ એ વિશ્વાસ આપણા જેવા જીવોને માટે નિષ્ફર અને અહંતાભર્યો છે એ તો એને કસોટીએ ચઢાવતાં પહેલાં પણ કહેવામાં બાધ નથી. પ્રભુના અનુગ્રહની દરકાર ન કરતાં જે કેવળ ન્યાય જ માગે છે તેના સંબંધમાં કેડરિક હૅરિસને “The Positive Evolution of Religion” નામના પુસ્તકમાં એક સ્થળે કહેલું તે અત્રે યાદ આવે છે. એ કહે છે “ He stands alone before his offended God-waiting for strict justice, prepared to meet his fate. I am not about to deny that the thought is one of tremendous power that must rouse and inspire some natures with desperate energy. The strong, resolute, proud nature, with hard brain and untamed self-confidence, may go to this dread ordeal with magnificent heroism. There have been snch natures: but are all men, all women, all the timid and the weak ones able to bear such a strain? I do not deny that some men can be raised to heroic mood by such a religion as this Theism. But I say the majo.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy