SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ “માયાવતોત્તમ ૨૨૩ - - રૂપે–એટલે વ્યાવહારિક ભેદની પાછળ પારમાર્થિક અભેદરૂપે–પ્રતિપાદન કરે છે. - જ્ઞાનસુધા કહે છે કે “એ અભેદજ્ઞાનથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળતું નથી.” અમને તો લાગે છે કે જે વખતે આ વાક્ય લખાયું તે વખતે આથી તરવજ્ઞાનની બીજી કેટલીક પરિભાષા ઉપર પણ કે વૃથા પ્રહાર થાય છે એ વાત તદ્દન ભૂલાઈ ગઈ છે. ગયા જ્ઞાનસુધામાં “આત્મઘાત” અને “આત્મપષણ” એ નામે બે ઉત્તમ વિષયો આવ્યા છે, જેની પરિભાષામાં સ્વાર્થત્યાગ એ “આત્મપષણ”માં અને સ્વાર્થીનુસરણ એ “આત્મઘાતમાં આવે છે. આ સ્થળે “આત્મ” શબ્દના પ્રયોગથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળવામાં કાંઈ બાધ આવે છે ? “Higher self” અને Lower self” “અથવા “True self” અને “False self” અથવા “Rational self” અને “Irrational self” એમ વિભાગ 41541 4 Higher, True, Rational self al om lå (4291771 વિષય) તે સ્વાર્થ, અને Lower, False, Irrational selfને જે અર્થ (ઈચ્છાને વિષય) તે સ્વાર્થ;–એ બે જુદા જ પ્રતીત થાય છે. વળી બીજું–આ લેખકની તર્કસરણિએ ચઢીએ તે તો પરમાં આત્મબુદ્ધિ રાખી પરાર્થપરાયણ થવામાં દેષ છે એટલું જ નહિ, પણ પરમાં ભ્રાતૃભાવ રાખી પરાર્થે પ્રવર્તવું એ પણ ખોટું જ છે. પરમાં પરભાવ–બલકે દુશ્મનભાવ રાખીને એનું કલ્યાણ કરવા પ્રવૃત્ત થવાય તે જ કર્તવ્ય કર્યું ગણાય ! કેમકે ભ્રાતૃભાવ પણ કાંઈકે. તે સ્વલક્ષી છે જ. અમે નથી ધારતા કે જ્ઞાનસુધાના વિદ્વાન લેખક આટલે સુધી પણ જવા ખુશી હેાય. ત્યારે અત્રે દર્શાવેલા એમના અને આપણું મત વચ્ચે જે ભેદ છે તે ખરું જોતાં સ્વાર્થ અને પરાર્થના વિરોધથી નહિ પણ સર્વાર્થ અને પરાર્થના ભેદથી મપાય છે એમ કહી શકાશે અને જ્ઞાનસુધાને પ્રકૃત વિષયમાં સર્વ શ્રમ “સ્વ” શબ્દના બે જુદા જુદા અર્થ વચ્ચે વિવેક ન કરવામાંથી ઉદય પામે છે એ આથી સ્પષ્ટ છે. છે આટલે Hegelના “Unity-in-difference” (ભેદમાં અભેદ)ના સિદ્ધાન્ત ઉપર અમારે સુધારો; અને એ સુધારાનું સમર્થન જોઈતું હોય તે માત્ર એક જ પ્રશ્ન કે –“Differencein-Unity(અભેદમાં ભેદ) ન કહેતાં “Unity-in-difference” (ભેદમાં અભેદ) શબ્દ જ સર્વત્ર વાપરે છે એનું શું કારણ?
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy