SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિરનું અસત્યકથન ૧૮૯ એક દૃષ્ટિખિન્દુથી—એમને જે વસ્તુસ્થિતિ લાગી તે જ વર્ણવી છેઃ વાચકને પોતાની સાથે લઈ જાણે કહેવડાવે છે કે યુધિષ્ઠિર જેવા સત્યવાદી જેણે આખે! જન્મારા સત્ય ખેલવામાં જ કાઢયા હતા એ પણ આવે પ્રસંગે અસત્ય ખેાલ્યા ત્યારે ભાવિ' નિહ તે ખીજું શું? માલતીમાધવમાં માધવ જેવાના હૃદય ઉપર પણ કામદેવે અસર કરી એ જોઈ મકરન્દને થયુ કે “સચેંજા મળવતો મવિત−ત” અને પિતાએ રાજદરબારના લેભ ખાતર પેાતાને ઘરડા વરને પરણાવવા કબૂલ કર્યું એમ ધારી માલતીને થયું કે “નિત લહુ મોગરૢાચા' ત્યાં જેમ કર્તાની જવાબદારીને વસ્તુતઃ લાપ કર્યાં વગર, સામી પ્રબળ શક્તિનુ જોર બતાવવાના યત્ન છે, તેમ અત્રે યુધિષ્ઠિરની જવાબદારીને નિષેધ કર્યાં વગર છેવટે વિજય પામેલી શક્તિને અનિવાર્ય પ્રભાવ ખતાવવાના યત્ન છે. વળી કવિ એમ કરતે કરતે આટલાં કારણેા બતાવતા ગયા તે કાઇક ધર્મરાજા તરફ પક્ષપાતની દષ્ટિ દેખાડે છે’ એ સમજણુમાં પણ હું મળી શકતા નથી. મારી સમજણ પ્રમાણે વ્યાસજી પક્ષપાતની દષ્ટિએ નહિ, પણ એટલાં બધાં કારણેા હેાય ત્યારે જ સત્યકથનની સ્વતઃસિદ્ધ કર્તવ્યતા ઢંકાઈ મૂંઝવણ પેદા થાય છે તે માટે, એક પછી એક કારણુ ગણાવતા ગયા છે. એ કારણુપ્રદર્શનનુ દરેક પગલુ સત્યના મહત્ત્વમાં વધારા કરતુ જાય છે. ૫. રા. નરસિંહરાવ કહે છેઃ “રા. આણંદશંકર ‘શર્ટ પ્રતિ સાયં હ્રાંત' એ જાત્યને ઉપદેશ કરવા ઇચ્છતા હેાય એમ હુ માની સકતે નથી.” બેશક હુ એ જાતના ઉપદેશ બિલકુલ કરવા માગતા નથી. અને આમ મારા તાત્પર્યંને યથાર્થ સમજવા માટે હુ એમના ઉપકાર માનુ છુ. શાસ્ત્રના જવાનમાં જ શાક્ય કરનાર માણસ પણ કાંઈ દોષમુક્ત થતા નથી. પણ વિશ્વની કેાજના શી છે એ તે આમાંથી સમજવા જેવુ છે: આ વિશ્વની યાજનામાં ધર્મ અધર્મના વિનાશ કરે એમાં નવાઈ જ શી છે, પણ અધર્મ અધર્મને ખાય છે એવી અદ્દભુત ઘટના છે! અર્થાત, અધર્મે માત્ર ધર્મથકી જ નહિ, પણ પાતે પાતાનાથી પણ ઝ્હીવાનુ છે. અધર્મના ગર્ભમાં રહેલું એ સ્વવિઘાતક તત્ત્વનું સ્મરણ વાચકને દર્શાવવા માટે જ મે ઔરગઝેબની ધર્માંધ અનીતિના શિવાજીના છળથી વિનાશ થયે.” એમ દૃષ્ટાન્ત આપ્યુ હતુ. શાક્યને કાઇપણ પ્રકારે બચાવ કર્વા હું માગતા નહાતા.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy