SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ યુધિષ્ઠિરનું અસત્યકથન આ જોઈ–ભારતકાર કહે છે કે–વિશ્વામિત્રાદિક ઋષિઓને ચિન્તા પડી કે પૃથ્વી ક્ષિત્રિય થઈ જશે અને તેથી તેઓએ દ્રોણુ સમક્ષ આવી બ્રાહ્મણ તરીકે એનો શો ધર્મ છે, અને શો અધર્મ કરવા બેઠે છે, એનું એને ભાન કરાવ્યું. એમાં “કર્મિત શત ચુદ =“તેં આ યુદ્ધ અધભંથી આદર્યું છે” ઈત્યાદિ કહેવા ઉપરાંત એક વાત એ બતાવી કે તારા જેવા વેદવેદાંગવિત બ્રાહ્મણને આ ક્રૂર કર્મ શોભે નહિ, એટલું જ નહિ પણ “રક્ષા તથા રાધા અનેaar સુવિ’–બ્રહ્માસ્ત્ર વડે તે અસ્ત્રવિદ્યા ન જાણનારા પૃથ્વી ઉપર હજારે પુરુષોને બાળી મૂક્યા એ કામ તેં સારું કર્યું નથી. માટે છોડી દે, અને શાશ્વત બ્રહ્મને માર્ગે ચઢ–મનુષ્યલોકમાં વસવાને તારે કાળ પણ પૂરો થયો છે. ભીમને પૂર્વોક્ત ઉચ્ચાર અને ઋષિઓનાં આ વચને સાંભળી દ્રણના મન ઉપર એટલી અસર થઈ કે પુત્ર મરી ગયો હોય તે હવે મારે શસ્ત્ર છેડી દેવાં. એમ એમણે વિચાર કર્યો. ભીમના વચનમાં તે એમને શ્રદ્ધા નહોતી, તેથી દ્રોણગુરુ–(રા. નરસિંહરાવે આ પછીની બધી હકીકત એમના હરિકીર્તનમાં લીધી છે તેથી તે એમના સુન્દર શબ્દમાં જ ઉતારું છું.) ઢાળ યુધિષ્ઠિરને પૂછતે નિજ સુત હણુ કે નહિ, દ્રોણગુની પૂર્ણ શ્રદ્ધા પાર્થનાં વચનો મહિ; મળે રાજ્ય ત્રિકનું પણ એ વદે ન અસત્ય જે, બાલ્યકાળથી સત્ય કેરી આશ હેની રાખતો. * વિસ્થાબિત્રો માર્યરબ્રાનડા નૌતમઃ | afg कश्यपोऽत्रिश्च ब्रह्मलोकं निनीषयः ॥ सिकताः पृश्नयो गर्गा वालखिल्या मरीचिपाः ॥ भृगवोऽङ्गिरसश्चैव सूक्ष्माश्चान्ये महर्षयः ॥ ते एनमब्रुवन्सवें द्रोणमाहवशोभिनम् ॥ अधर्मतः कृतं युद्धं समयो निधनस्य ते ॥ न्यस्यायुधं रणे द्रोण समीक्षास्मानवस्थितान् ॥ नातः क्रूरतरं कर्म पुनः कर्तुमिहार्हसि ॥ वेदवेदांगविदुषः सत्यधर्मरतस्यते ॥ ब्राह्मणस्य विशेषेण तवैतन्नोपपद्यते ॥ त्यजायुधममोघेषो तिष्ठ वत्मनि शाश्वते ॥ परिपूर्णश्च कालस्ते वस्तुं लोकेऽध मानुषे ॥ ब्रह्मास्त्रेण त्वया दग्धा अनत्रज्ञा नरा भुवि ॥ यदेतदीशं विप्र कृतं कर्म म साधु तत् ॥ न्यस्यायुधं रणे विप्र द्रोण मा त्वं चिरं कृथाः ।। मा पापिष्ठतरं कर्म करिष्यसि पुनर्विज ॥
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy