SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ એક હરકીર્તન निन्दन्तु नीतिनिपुणा 'यदि वा स्तुवन्तु लक्ष्मी: समाविशतु गच्छतु वा यथेष्टम् । अधैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ એ પ્રસિદ્ધ ભતૃહરિને શોક લઈ, એને અર્થ સમજાવી, એનાં બે ઉદાહરણ અને એક પ્રત્યુદાહરણ રૂપે (૧) ઉત્તર રામચરિતને સીતાત્યાગ, (૨) ગૌતમબુદ્ધનું મહાભિનિષ્ક્રમણ, અને (૩) યુધિષ્ઠિરનું અશ્વત્થામાના મરણ સંબધી અવ્યક્ત અસત્યકથન-એ ત્રણ પ્રસંગે લીધા હતા. અને છેવટે, દઢતાથી નીતિ આચરવાને, તે માટે લક્ષ્મીની દરકાર ત્યજી સાદાઈ વગેરે ગુણ કેળવવાને તથા વસ્તુતઃ મરણ એવું કાંઈ છે જ નહિ એ સમજવાને ઉપદેશ કર્યો હતે. મારે યુધિદિરના એ અસત્યકથનની કથા પર રા. નરસિંહરાવ જોડે જૂને મતભેદ છે–એ સંબંધી હું અન્ય પ્રસંગે કહીશ. અત્યારે તે હું માત્ર પહેલાં બે આખ્યાને સાંભળતાં મારા મનમાં જે જે ભાવ ઉભવ્યા તે જ અત્રે નોંધવા માગું છું. તેમ કરવામાં–રા. નરસિંહરાવના વિવેચનમાંથી મારી સમક્ષ ઉપસ્થિત થતા કેટલાક તત્ત્વજ્ઞાનના પ્રશ્નો ચર્ચવાને લાભ પણ હું બાજુપર રાખીશ-જેથી તે જ સમયની મારી હદયની સ્થિતિ એના સાદા રૂપમાં મારા વાચકે આગળ હું મૂકી શકું. ૧) મને રા. નરસિંહરાવના આ કીર્તિનમાં સૌથી વધારે સીતાત્યાગને પ્રસંગ ગમ્યો. હું જાણું છું કે વર્તમાન સમયમાં, જ્યારે આપણા લોકને પ્રાચીન રાજભાવના ઝાંખી થઈ ગઈ છે અને સ્ત્રી પ્રત્યેના આપણે ધર્મો વધારે સારી રીતે સમજાવા લાગ્યા છે, ત્યારે રાજધર્મની કલ્પના કરવા કરતાં પતિધર્મની કલ્પના કરવી વધારે સરળ પડે છે, અને તેથી રામે કરેલો સીતાત્યાગ રામમાં દૂષણરૂપે જ ઘણાને ભાસે છે. પણ આ વિષયમાં પ્રાચીન દષ્ટિબિન્દુને વળગી રહી, રા. નરસિંહરાવે રામમાં ઉગ્ર રાજધર્મની ભાવના મૂર્તિમન્ત થતી જોઈ એથી બહુ રાજી થયો. રામ પોતે જ પોતાને ન્યાય હાથમાં લે તે કેવું પરિણામ આવે ઈત્યાદિ દલીલનું શરણ ન લેતાં– ૨. નરસિંહરાવે બહુ અભુત કુશળતાથી–સંગીતથી તેમ જ એમની મનહર વાણુથી, શ્રોતાઓનાં હદય રામના સીતા પ્રત્યેના પ્રેમમાં એવાં એકતાને કર્યો કે વિવાદના આખા પ્રશ્નને બુદ્ધિની ભૂમિકામાંથી ઉપાડી હદયની ભૂમિકા ઉપર મૂકી દીધો. રર
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy