SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ એક હરિકીર્તિના સંસ્કૃત ભાષાની વિષમ શિલાઓ ઉપર પગ મૂકી મૂકીને ત્યાં ચઢવું પડતું. તેથી એ વાડીનાં સુન્દર સુન્દર વૃક્ષો લઈ કેટલાક સાધુ પુરૂષોએ એ પર્વતની તળેટીએ વાવ્યાં–જેમાં ગામના મજુરિયાત કો હરી-ફરી આખા દિવસને થાક ઊતારે, અને આરોગ્ય મેળવે. આ રીતે ભાગવતાદિક–જ્ઞાનભક્તિ અને વૈરાગ્યના સંસ્કૃત ગ્રન્થ–માંથી કેટલાંક આખ્યાને લઈ એનાં રસિક વિવેચનરૂપે, હરિદાસએ, સામાન્ય લોક આગળ હરિકીર્તન કરવાની પદ્ધતિ દાખલ કરી. ભગવાને પણ કહ્યું કે હું જેવો વૈકુંઠમાં નથી વસતે તે સાધુ પુરુષના હૃદયમાં વસું છું, અને જ્યાં ચાર ભકતે મળી મારું કીર્તન કરે છે ત્યાં વસું છું, પામર મનુષ્ય ભગવાન પાસે જઈ ન શક્યો ત્યારે કૃપાળુ ભગવાન પોતે પગે ચાલીને મનુષ્ય પાસે આવ્યા. આ આપણું હરિકીર્તનને પૂર્વ વંશાવતાર. આ હરિકીર્તનને ધર્મોપદેશના સાધન ઉપરાંત એક મનહર કળા બનાવવાનું માન મહારાષ્ટ્રને છે. ગુજરાતે જેમ હિન્દુસ્થાનની સંગીતકળાને સ્ત્રીઓને ગરબ+ આપે, તેમ મહારાષ્ટ્ર ઉપદેશકળામાં “હર(રિ)દાસની કથા શોધી કાઢી. મહારાષ્ટ્રનું અનુકરણ કરીને ગૂજરાતે પણ ઘણુંક વર્ષ થયાં હરદાસની કથા દાખલ કરી છે–પણ હજી કેળવાએલા ગુજરાતીઓએ એમાં બહુ ભાગ લીધે નથી. એને રૂપાન્તર પમાડીને—જો કે રસિક રૂપાન્તર પમાડીને –રા. અનન્તપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવ આપણું પ્રાન્તમાં હરિકીર્તન કરે છે. પણ મહારાષ્ટ્રની ઢબની હરદાસકથા તે રા. નરસિંહરાવ, રા. બ. રમણભાઈ આદિ થોડાક વિદ્વાનો પ્રાર્થનાસમાજના ઉત્સવ વગેરે પ્રસંગે કરે છે તે જ. હાલમાં રા. નરસિંહરાવનું એક હરિકીર્તન સાંભળવાને મને ગઈ તા. ૨૫ મી ઓગસ્ટને દિને સાંતાક્રુઝમાં પ્રસંગ મળ્યા હતા. સાંતાક્રઝ મુંબઈનું એક પરું છે, અને હાલમાં ત્યાં, વિદ્યા–અર્થે મુંબાઈ ગએલા ઘણું વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાવ્યાસંગી યુવકે વસે છે. તેઓના સાહિત્યવિષયક પ્રેમથી આકર્ષાઈ રા. નરસિંહરાવે ઉપર કહેલી તારીખે સાંઝે એક મેળાવડે છે હતો–તેમાં પુરુષ અને સ્ત્રીઓ ઉભયે બહુ સારી રીતે ભાગ લીધો હતો. હરદાસી કીર્તનના સાંપ્રદાયિક રૂપમાં-પૂર્વરંગ અને આખ્યાન એવા બે ભાગ હોય છે. પૂર્વરંગમાં સિદ્ધાન્તની ભૂમિકા બાંધી, એ ઉપર આખ્યાન રચવામાં આવે છે, અને છેવટે મૂળના ઉપદેશ ઉપર શ્રોતાજનને લાવી સમાપ્તિ કરવામાં આવે છે. તદનુસાર, રા. નરસિંહરાવે પૂર્વરંગમાં– + ગરબી ઉપરાંત.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy