SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર દર્શનમાં વેદાન્તનું સ્થાન પદ્દર્શનમાં વેદાન્તનું સ્થાન ફાલ્ગનના અંકમાં સાંખ્યયોગ-પૂર્વમીમાંસા–વૈશેષિક–અને ન્યાય એ પાંચ દર્શનેની ઉત્પત્તિ અને તેઓના આન્તર સંબંધ વિષે કેટલુંક નિરૂપણ કરી, નીચેના શબ્દથી એ લેખ સમાપ્ત કરવામા આવ્યો હતે – આ સમયે એવા તવદર્શનની જરૂર હતી કે જે સામાન્યમાં સામાન્ય જનને પણ ઉપયોગી થાય, તેમ વિદ્વાનમાં વિદ્વાનને પણ સંપૂર્ણ સતોષ ઊપજાવી શકે; પૂર્વોક્ત દર્શનની ખામીથી મુક્ત હોય અને છતાં એના સારા ભાગની અવગણના ન કરે. આવું દર્શન આ ભૂમિમાં શ્રુતિના સમયથી - ક્યાત હતું, બીજાં દર્શને અને ધર્મોની ચઢતી-પડતી વખતે પણ એનું તેજ સર્વથા લુપ્ત થયું ન હતું. ખરા ધાર્મિક આત્માઓ કઈ કઈ પણ હમેશાં ખૂણેખાંચરે પડ્યા રહેતા. એમના આત્મામાં અને જીવનમાં અને ઉપદેશમાં વેદાન્તદર્શન ઝળક્યા કરતું હતું. વેદાન્તદર્શન–જે મહાતેજનાં અન્ય દર્શને ભાગેલાં કિરણે છે–એણે પુનઃ જન્મ ધારણ કર્યો, પુનઃ સામ્રાજ્ય સ્થાપ્યું. એની શ્રેષ્ઠતા ક્યાં રહી છે, અને કેવી રીતે રહી છે એ વિષે આપણે આગળ વિચાર કરીશું.” આ પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે સિદ્ધ કરવા માટે તે એક હેટ ગ્રન્થ લખવો પડે. પ્રત્યેક દર્શન જે અત્રે માત્ર એની બીજાવસ્થામાં જ લેવામાં આવ્યું છે તેને બદલે એનો સમગ્ર ઈતિહાસ અવલોકવો પડે; વળી હજી સુધી આ સર્વે વિષયના ગ્રન્થના પૂરા અર્થે પણ નિર્ણત થયા નથી એ નિર્ણત કરવા પડે;–વેદાતદર્શનના પિતાના ઇતિહાસમાં પણ કેવાં કેવાં પગલાં ભરાયાં છે, એ અનેક ગ્રન્થનાં વચને ટાંકી, તેનો અર્થ નક્કી કરી, બતાવવું પડે; એટલું જ નહિ પણ એ સર્વની પરસ્પર ગુંથણીના તાર પણું ઊકેલી આપવા પડે. આજના દિગદર્શન માટે આ ભગીરથકાર્ય સાથે ન લેતાં, વેદાન્તદર્શનના થોડાએક ખાસ સિદ્ધાનું સૂચન કરીએ અને એ પૂર્વોક્ત દર્શનમાંથી કેવી રીતે ઉદ્ભવ્યા છે એ બતાવીએ તે બસ છે. મૂળ સાંખ્યદર્શન પ્રમાણે પરમાત્મસાક્ષાત્કારને અટકાવનાર વસ્તુ પ્રકૃતિ-પુરુષને અવિવેક છે. આ કારણથી, પ્રકૃતિનું વિકારિત્વ અને પુરુપનું અવિકારિત્વ બતાવી બંને વચ્ચે ભેદ એ તરત કરી આપો કે એ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy