SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કાગ - જેને આપણે જે કરવું જોઇએ નરી ભાષા વાળી તેનો વિરો બીજું, કર્મ પિતે પણ ભગવાનનું જ સ્વરૂપ છે, ગંગા પિતે પણ ભગવતી જે છે એ દૃષ્ટિ રહેવી જોઈએ. વળી, એ સર્વ કર્મો હારા સ્વાર્થ માટે કરવાનાં નથી–એમ કરવાને યત્ન તે તે ગેમુખમાંથી નીકળતી ગંગાને પાછી ગેમુખમાં જ પૂરવા જેવો મિથ્યા યત્ન કહેવાય–પણ પરમાત્મા અર્થ કરવાના છે, ચાલતું રૂપક વાપરીએ તે કર્મગંગાએ વિશ્વમહાસમુદ્રમાં ભળી, પગ ચાંપતાં લક્ષ્મીજી સહવર્તમાન વસતા વિષ્ણુપરમાત્માનું નિવાસસ્થાન બનવાનું છે એ ત્રીજી સમજણ હોવી જોઈએ. આમ વિવિધ રીતે કર્મને પ્રભુ સાથે ગ કરવો એ ભગવતિતાને મહાન ઉપદેશ છે અને રખેને કઈ અદ્વૈતસિદ્ધાન્તીને મારી ભાષા દૈતવાદથી અંકાએલી લાગે, તે માટે ભારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ કર્મચાગ તે ખરે અદ્વૈત સિદ્ધાન્ત–જેને આપણે તત્ત્વજ્ઞાનને શિરોમણિ માનીએ છીએ – તેને વિરોધી નથી, પણ અનુરોધી છે. “પ્રકૃતિ” અને “પુરુષ” –એ દ્વત; એને અદ્વૈતભાવ ત્રણ રીતે બની શકે, એક તે પ્રકૃતિને ફક્ત નિષેધ કરીને; આ રીતે કેવલ અકર્તા દ્રષ્ટા પુરુષ જ રહે, અને કર્મ માત્ર બંધ થઈ જાય. બીજી રીત તે “પુરુષ” નો નિષેધ કરીને; આ રીતે ફક્ત જડ ક્રિયાવતી પ્રકૃતિ જ રહે, અને તે પણ ચિતન્યના તેજને અભાવે અધકારથી છવાઈ જાય. આમાંને પ્રથમ સિદ્ધાન્ત તે આલસ્ય અને નિર્વેદમાં પરિણમે, અને બીજો સિદ્ધાન્ત ઐહિક જીવનમાં કૃતકૃત્યતા માનનાર નાસ્તિકના મતનું રૂપ લે. પણ આ બંને રીતથી જુદી જ ત્રીજી રીત અદૈતસિધિની એ છે કે પ્રકૃતિ અને પુરુષ ઉભયનું પરમાત્મામાં અદ્વૈત સાધવું. અર્થાત્ એક રીતે બોલીએ તે, પ્રકૃતિને નિષેધ ન કરવો, પુરુષને પણ ન કરવો–અને કરો ત્યારે બંનેને કરઃ ઉભયસંગ્રાહક અને ઉભયબાધક એક તત્વ–પરમાત્મા-માં કરવો. આપણું કર્મના વિષયમાં આ સિદ્ધાન્ત ઊતારીએ તે-કહેવાનું કે પ્રવૃત્તિને નિષેધ ન કરે, નિવૃત્તિને પણ ન કરવો, અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ સાધવી, અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ સાધવી, અર્થાત જેવી. શ્રીમદભગવદ્ગીતા કહે છે તેમ “ચમ : પવમળિ ફર્ક જઃ ? स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥" = જે પુરુષ કર્મમાં અકર્મ જુવે અને અકર્મમાં કર્મ જુવે તે જ પુરુષ સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન–જ્ઞાની–છે, અને અખિલ કર્મ કરનાર કર્મયોગી પણ તે જ છે. ૧૩ ૨૫ લેપણ આ પરમાત્માનીત અદ્વૈતસિદ્ધિની
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy