SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તેને મૂકે છે. એ જ રીતે આનંદશંકર પણ આ કાન્ટના તેમ જ અન્ય યુરોપીય વિદ્વાને શોધકે ફિલસૂફાન સિદ્ધાન્તોને ઉપયોગ કરે છે. મણિલાલને ત્રીજો ફાળો તે ધર્મચર્ચામાં તેમણે પુરાણોને પ્રમાણ માન્યાં એ ગણાય. તેમના પહેલાં પુરાણે સામે અનેક હલ્લા થઈ ગયા હતા. પાદરીઓ હિન્દુ ધર્મની નિન્દા કરવામાં પુરાણેને જ ઉપયોગ કરતા. અને કંઈક તેથી જ આર્યસમાજને અને સંસારસુધારાને પણ ધર્મને શુદ્ધ કરવાને માટે પુરાણોને અપ્રમાણુ ગણવા સિવાય બીજો માર્ગ દેખાતે નહે. મણિલાલે પુરાણનું ઐતિહાસિક સમર્થન કર્યું, તેની કથાઓનો આધ્યાત્મિક અર્થ કર્યો. આનંદશંકરે પણ “આપણે ધર્મ” માં અનેક જગાએ સુદર રીતે પુરાણકથાઓને અર્થ કર્યો છે, અને પુરાણોને ધર્મસાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યો છે. આમ અનેક દષ્ટિએ આ વિદ્યાબંધુઓમાં પદ્ધતિની અને સિદ્ધાન્તની સમાનતા દેખાય છે. તેમ છતાં બન્નેમાં કેટલાક મહત્વને ફરક છે. પહેલું એ કે ઘણીખરી પ્રવૃત્તિના પ્રારંભમાં હોય છે તેમ મણિલાલના ધર્મમન્તવ્યમાં કેટલુંક ડહોળાણ કે ભેગ હતે ધર્મની સાથે કેટલાક ચમત્કારને પણ તેઓ માનતા. એમ થવાને કારણમાં કંઈક સિદ્ધિઓને તેમને પિતાને શેખ પણ ખરે અને કંઈક થિયોસેફી, જેમાં ધમન્તવ્ય સાથે અનેક અગમ્ય વાત અને સિદ્ધિઓ ઉપરની શ્રદ્ધા પણ આવે છે, તેની સમકાલીન અસર પણ ખરી. તેમણે જાતે મેસરિઝમના અને ગપ્રક્રિયાના પ્રયોગો કરેલા, અને પ્રાણુવિનિયમ ઉપર તેમણે એક પુસ્તક પણ લખેલુ છે. પાછળથી એમને એ સર્વ ઉપર તિરસ્કાર આવેલ અને તેથી “પ્રાણુવિનિયમ”ની બીજી આવૃત્તિ તેમણે કરી નથી, એમ આનંદશંકર નધેિ પણ છે.”૧૦ પણ આ એક બન્ને વચ્ચે merely as appearances; since one and the same acting being, as an appearance (even to his own inner sense) has a causality in the world of sense that always conforms to the mechanism of nature, but with respect to the same events, so far as the acting person regards himself at the same time as a noumenon (as pure intelligence in an existence not dependent on the condition of time), he can contain a principle by which that causality acting according to laws of nature is determined but which is itself free from all laws of nature. Kant's Theory of Ethur: by Abbot. Sixth Edition. p 210 ૧૦. સુદર્શનગદ્યાવલિ, મણિલાલ નભુભાઈ ઉપર લેખ પૃ. ૧૧
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy