SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - મણિલાલની આ વાત આનંદશંકર એ જ રૂપે સ્વીકારે છે. તેઓ કહે છે? પ્રેમલક્ષણા ભક્તિ તે જ જ્ઞાન અને અપક્ષ જ્ઞાન તે જ “ભક્તિ” એ સિદ્ધાન્ત હવે સુપ્રસિદ્ધ થઈ ગયા છે. એટલું જ નહિ મણિલાલની પેઠે જ, તેઓ પણ ઉપરના કારણથી ગીતાને “અદ્વૈતામૃતવર્ષિણ' કહે છે. પણ એક વખત ઐહિક પ્રેમને પરમપ્રેમને અંશ કહ્યા પછી, ઐહિક પ્રેમ પિતે જ પરમપ્રેમ નથી એમ કહેવાની જરૂર પડે છે અને આનંદશંકર તે કહે છે : આપણે ઘણીવાર “રસ” અને “પ્રેમ” એવા શબ્દ “બ્રાને સ્થાને વપરાતા સાંભળ્યા છે, અને રા. રા. મણિલાલે તેમ કરવાનું એક પ્રોજન પણ દર્શાવ્યું છે, જે સુદર્શનના અભ્યાસીને સ્મરણમાં હશે જ. પરંતુ એ મહાન શબ્દથી શું વિવક્ષિત છે અને શું નથી એ વિશે ભૂલ ન કરવા વાચકે સાવધાન રહેવાનું છે. જેમ દરેક હદયને ઉભરે તે કાવ્યને રસ નથી—એમ હોય તે દરેક લૌકિક રડાફટ કાવ્યરસની પદવીએ પહોચવા જાય–તેમ દરેક અભેદ કે “પ્રેમ” કે “રસ ની વાત તે બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે. એક તરફ, રસ વિનાનું જ્ઞાન (શુષ્ક બુદ્ધિ) કઠેર કાટાની શયા જેવું છે એ ખરું, પણ તે સાથે બીજી તરફ એ પણ સમરણમાં રાખવાનું છે કે કેવળ રસ અર્થાત રસાભાસ તો રા. મણિલાલ કહે છે તેમ “વેદાન્તને એટલો બધે ઓગાળી નાંખે છે કે બાચકા ભરતાં પણ હાથમાં કાંઈ આવતું નથી...” મણિલાલ નભુભાઈ પશ્ચિમની ફિલસૂફીના પણ તલસ્પર્શી અભ્યાસી હતા. એ અભ્યાસને પરિણામે તેઓએ ઘણીવાર પશ્ચિમની ફિલસૂફીના કોઈ સિદ્ધાન્તને, અદ્વૈતનિરૂપણમાં વિનિયોગ કરેલો છે. આત્મનિમજનમાં તેઓ કહે છેઃ ““અમુક કર્તવ્ય છે” એમ માનવાની જે અનિવાર્ય ભાવના તે પણ સ્વરૂપાનુસંધાનનો જ બલિષ્ઠ વ્યાપાર છે.” આ, જર્મનીના પ્રસિદ્ધ ફિલસૂફ કાન્ટનો સિદ્ધાન્ત છે. “અમુક કર્તવ્ય છે એવી અનિવાર્ય ભાવના એ કાન્ટના categorical imperativeનું સમાનાર્થ પદ છે. અને કાન્ટ એનો ખુલાસો બાહ્ય ભાસમાન જગતના અધિકાન સતથી કરે છે. “ મણિલાલ અહીં એ સિદ્ધાન સ્વીકારી લે છે, અને વેદાન્તની જ પરિભાષામાં ૫. પૃ. ૨૩૨. ૬, પૃ. ૭૩૫. ૭. પૃ. ૩૯ ૮, પૃ. પર <. The antinomy of pure speculative reason exhibits a similar conflict between freedom and physical necessity in the causa. lity of events in the world. It was solved by showing that there is no real contradiction when the events and even the world in which they occur arc regarded as they ought to be)
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy