SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત ઉચ્છવાસ, પ્રશાસ્તવિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, આતપ, ઉોત, સ્થિર, શુભ, સુભગ, સુરવર, આદેય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર, અને ઉચ્ચવરૂપ એગણચાળીસ પ્રકૃતિઓના રસને પાપ પ્રકૃતિએના રસમાં પ્રવેશ કરાવવાવ-સંકમાવવાવટે નાશ કરે છે. આ પ્રમાણે પુણ્યના રસને પાપરૂપે પરિણામ સમુઘાતના માહાભ્ય-સામર્થ્યથી થાય છે. તથા પહેલા સમયે જે અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ અને અનંતમા ભાગ પ્રમાણ રસ શેષ હતું, તેના બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનિતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શિષ રાખી, બાકીન સ્થિતિને અસંથાતા ભાગને, અને રસના અનતા ભાગેને બીજા કપાટ સમયે એક સાથે હણે છે, અહિં પણ પ્રથમ સમયની જેમ અપ્રશસ્ત પ્રકૃતિઓના રસમાં પ્રવેશ કરાવવાવડે– સંકમાવવાવડે પ્રશરત પ્રકૃતિના રસને ક્ષય કરે છે. તથા બીજે સમયે ક્ષય થતા બાકી રહેલી સ્થિતિના અને અવશિષ્ટ રસને વળી બુદ્ધિવડે અનુક્રમે અસંશાતા અને અનતા ભાગ કરવા, તેમાંથી એક એક ભાગ રાખી બાકીના સ્થિતિના અસંખ્યાતા ભાગને અને રસના અનતા ભાગને, ત્રીજા મંથાન સમયે એક સાથે હણે છે. અહિં પણ પુન્ય પ્રકૃતિએના રસને પાપપ્રકૃતિઓના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે. તથા ત્રીજે સમયે અવશિષ્ટ રિથતિના અસંખ્યાતમા ભાગના અને રસના અનંતમા ભાગના બુદ્ધિવડે અનુક્રમે અસંખ્યાતા અને અનતા ભાગ કરવા. તેમાંથી એથે સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ હણે છે, એક ભાગ બાકી રાખે છે. રસના અનતા ભાગ હણે છે, એક બાકી રાખે છે. પુન્ય પ્રકૃતિના રસને ક્ષય પણ પૂર્વની જેમજ થાય છે. આ પ્રમાણે પ્રતિસમય સ્થિતિ. ધાતાદિ કરતા એ સમયે પોતાના પ્રદેશવટે જેમણે સંપૂર્ણ લેક પૂર્ણ કર્યો છે, એવા કેવળિ ભગવાનને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ પિતાના આયુશી સંખ્યાતગુણી થઈ, અને રસ તે હજી પણ અનતગુણજ છે. હવે ચોથે સમયે ક્ષય થતા અવશિષ્ટ રિસ્થતિ, અને ૧ કર્મગ્રંથના મતે આતપ અને ઉદ્યોત નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે, છતાં અહિં પ્રશસ્ત ૩૯ પ્રકૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે કરેલ છે. તેઓના મતે આ બંને પ્રકૃતિએ અગિના દિચરમ સમયે સતામાંથી જાય છે તેમજ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે અપ્રશરત વિકાગતિ અને અપર્યાપ્ત નામકમ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે છતાં અપ્રશસ્ત પચીશ પ્રકૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ કર્મયના અભિપ્રાયે કરેલ છે. કર્મગ્રંથના મતે આ બંને પ્રકૃતિ અગિના દિચરમ સમયે સત્તામાથી જાય છે. આ સમુદઘાતનું સ્વરૂપ ટીકાકાર મલયગિરિજી મહારાજાએ આવશ્યક ચુણિને અનુસરીને કહ્યું છે, અને આવશ્યક ચણિમાં એક સ્થળે આતપ-ઉદ્યોતના ગ્રહણથી અને અન્ય સ્થળે અપ્રશસ્ત વિહાગતિ તથા અપર્યાપ્ત નામકર્મના ગ્રહણથી આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ બંને મત જણવ્યા હોય તેમ લાગે છે તd વિલિગમ્ય. ૨ અહિં પુન્ય પ્રકૃતિના રસને પાપપ્રકૃતિના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે, એ વાત ) છે. અને તેની અંદર કારણ સમુદઘાતનું માહાત્મય-સમુહુધાતનું સામર્થ બતાવ્યું છે એટલે સમુદઘાતના સામર્થ્યથી પુન્યને રસ પાપરૂપે પરિણામ પામે છે, અને કોઈપણ પત૬મહ વિના પ્રકૃતિનાં દલિ પાપ પ્રકૃતિઓમાં સંક્રમે છે. કારણ કે એકલો રસ તો ગુણરૂપ હોવાથી સંકમી શકે નહિ, લે રસ યુક્ત દલિકેજ સમે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy